________________
૨૦૮
કળા એટલે શું? પિતાની મિલકત ગરીબોને આપી સાધુપણું લીધું હતું. તે એકાંતમાં રહેતો; પછી ત્યાં એણે પિતાને મઠ સ્થાપ્યું હતું.
એપિક્યુરિયને એપિક્યરસ નામના (ઈ. પૂ૦ ૩૪૧-૨૭૦) ગ્રીક તત્ત્વજ્ઞાનીના અનુયાયીઓ. તેનું નીતિશાસ્ત્ર એક પ્રકારના આનંદવાદ કે સુખવાદની હિમાયત કરનારું હતું. તે પરથી આજ “એપિક્યુરિચન” એટલે ઇઢિયારામ કે એશઆરામી એવો અર્થ થઈ ગયો છે. જોકે તેમને મૂળ પુરુષ ભારે સંચમી જીવનને ઉપદેશ આપતો.
એરિસ્ટોટલ (ઈ. પૂ. ૩૮૪-૩૨૨): એક આગેવાન ગ્રીક ફિલસૂફ પ્લેટને શિષ્ય હતો. મહાન સિકંદરનો તે ગુરુ થાય. તેની પ્રતિભા “કલિકાલસર્વજ્ઞ હેમાચાર્ય જેવી હતી. એક પણ જ્ઞાનશાખા તેના કાળમાં તેને હાથે શાસ્ત્ર બનવામાંથી બચી નથી. “કાવ્યકલા” પર તેણે ગ્રંથ લખ્યો છે.
ઍરિસ્ટોફેનીઝ (ઈ. પૂ. ૪૪૮-૩૮૦): એક મુખ્ય ગ્રીક નાટથકાર. નાટકમાં કટાક્ષ અને હાસ્યરસ ઉતારવા માટે તે ખાસ જાણીતો છે. તેણે ૫૪ નાટકો લખ્યાં હતાં એમ કહેવાય છે. હાલ મળે છે માત્ર ૧૧. તેણે સોકેટીસ પર એક હાસ્ય-નાટક લખ્યું છે –“ધી કલાઉડ્ઝ.'
ઍલન, ગ્રાન્ટ (૧૮૪૮-૧૮૯૯) એગ્રેજ લેખક. તેણે નવલકથાઓ અને વિકાસવાદ અંગે લખ્યું છે. તે હર્બર્ટ સ્પેન્સરને ભક્ત હતો. “શરીરવિદ્યાવાદી સૌંદર્યવિજ્ઞાન” પર તેણે ગ્રંથ લખ્યો છે. તેમાં તે કહે છે કે, “સૌંદર્યનું મૂળ ભૌતિક છે. સુંદરતાના ચિતનમાંથી કલાકય આનંદ મળે છે, પણ સૌંદર્યનો
ખ્યાલ ભૌતિક પ્રક્રિયાથી મળે છે.” સૌંદર્યની તેની દષ્ટિ સ્પેન્સરને મળતી જ છે. (જુઓ સ્પેન્સર)
એસ્કાઈલસ (ઈટ પૂલ પર૫-૪૫૬): મહાન પ્રસિદ્ધ ગ્રીક નાટકકાર. ગ્રીક કરુણાન્ત નાટક પ્રખ્યાત છે; તેનો પિતા આ માણસ ગણાય છે. તેણો ૭૦ નાટકો લખેલાં. નાટયકલાના ઉત્તમ નમૂના તરીકે અનેક વાર એને ઇનામ મળેલ.
એડેસી : યુરોપનું બીજું મહાકાવ્ય. (પહેલું જુઓ ઇલિયડ.) તે પણ હોમરનું જ મનાય તે છે. દ્રૌયના વેરામાંથી ઉલિસેસ નામે વીર, ઇથાકા દેશ પાછા જાય છે, તેના પ્રવાસનું મહાકાવ્યરૂપ વર્ણન આમાં છે.
કર વાઇલ્ડ(૧૮૫૬-૧૯૦૦): અંગ્રેજ લેખક. કલા-ખાતર-કલાવાદને ભારે પુરસ્કર્તા. આચાર અંગે તે શિથિલ હતો એમ કહેવાય છે. તે અંગે એક કેસમાં એને બે વર્ષની જેલ પણ થઈ હતી. સભ્ય સમાજમાંથી તે બહિષ્કૃત જેવો હતો. તેનાં નાટકોને સાહિત્યમાં વિવેચકો સ્થાન આપે છે.
કઝીન, વિટર (૧૭૯૨-૧૮૬૭): કેન્ચ ફિલસુફ પેરીસમાં અધ્યાપક. તે તરીકે કલા ઉપર તેણે વ્યાખ્યાન આપ્યાં હતાં. કોસ તેના ગ્રંથમાં