Book Title: Kala Etle Shu
Author(s): Maganbhai Prabhudas Desai
Publisher: Parivar Prakashan Sahkari Mandir

View full book text
Previous | Next

Page 257
________________ કળા એટલે શું? ટેઈન, હિપ્પાલાન્ટ એડોલ્ફ (૧૮૨૮-૧૮૯૩) : મહાન ફ્રેન્ચ વિવેચક અને ઇતિહાસકાર. તે ઉપરાંત તેણે ક્લામીમાંસા પર પણ ગ્રંથ લખ્યો છે. તેના જમાનામાં એક પ્રખળ વિચાર-શાખા સ્થાપવા જેવા પ્રભાવી તે હતા. કળા અંગે તેના મંતવ્યને સાર આપતાં ટૉલ્સ્ટૉય કહે છે કે, “ ટેઈનના કહેવા પ્રમાણે, સૌંદર્ય એ કાઈ પણ મહત્ત્વપૂર્ણ ભાવના મુખ્ય લક્ષણના, વસ્તુતાએ વ્યક્ત થતા હોય, તેના કરતાં વધારે પરિપૂર્ણ આવિષ્કાર છે. ’ ક્લાની મીમાંસામાં તે ઇતિહાસ અને વિજ્ઞાનની પદ્ધતિએ ચાલવા મથે છે. ૨૧૨ ટૅસ્સા ( ૧૫૪૪-’૯૫ ): તેના સૈકાના એક મેટા ઇટાલિયન કવિ. તેનુ મુખ્ય વખાણેલું કાવ્ય છે ‘ જેરુસલેમ ડિલીવડે. યુરોપની ઘણી ભાષાઓમાં તે ઊતર્યુ છે. ડાન્ટ (૧૨૬૫-૧૩૨૧): પ્રસિદ્ધ ઇટાલિયન કવિ. ‘ડિવાઇન કૉમેડી’ નામે તેના ગ્રંથ પ્રસિદ્ધ છે. તે એક નીવડી ચૂકેલ કવિ તરીકે પંકાય છે, ને કાવ્યકલામાં ધેારણરૂપ લેખાય છે. ડાર્વિન, ચાર્લ્સ' રાખટ (૧૮૦૯-૧૮૮૨):પ્રખ્યાત અંગ્રેજ વિજ્ઞાની. વિકાસવાદના પ્રણેતા. ‘એરિજીન ઑફ ધી પીશીઝ’એના વાદના પ્રતિપાદનગ્રંથનું નામ છે. ટૉલ્સ્ટૉય કહે છે કે, “તેના કહેવા પ્રમાણે, સૌદર્યાંની લાગણી માણસને જ નહિ, પ્રાણીઓને પણ સહજ છે અને તેથી કરીને માણસાના પૂર્વજોને સહજ છે. પક્ષીએ પેાતાના માળા શણગારે છે અને નરના સૌંદર્યની કદર કરે છે . . . સૌંદર્ય માં નિરનિરાળા ખ્યાલાની વિવિધતા સમાયેલી છે. સંગીતકળાનું મૂળ નર તેની માદાને ખેલાવે છે તે છે. ડિકન્સ, ચાર્લ્સ (૧૮૧૨-'૭૦): ઇંગ્લૅંડના ભારે લોકપ્રિય નવલકથાકાર. ગરીબ દશામાંથી આપમહેનતે તેણે આ પદ મેળવ્યું હતું. તેણે અનેક ગ્રંથો લખ્યા છે. ટૉલ્સ્ટૉય તેને શેકસપિયરથીચ ઊંચા કલાકાર માને છે, તેની મુખ્ય નવલક્થાએ ડેવિડ કૉપરફિલ્ડ' અને ‘પિકવિક પેપર્સ'' ઇ છે, ડુસીક (૧૮૬૦-૧૯૩૭): ફ્રેન્ચ વિવેચક અને એકેડેમીને! સભ્ય. અધ્યાપક હતા. ડેન્ટે એ ‘ડાન્ટે’, : ડેવિડઃ ‘જૂના કરાર'માં (ખાઇબલમાં) આવતા એક મહાન રાજા. તેનાં ભજને પણ ખાઇમલમાં છે. પેાતાના પરાક્રમથી તેણે ગાદી મેળવી. મૂળ તે ભરવાડ હતેા. તે ઈશ્વરને ભક્ત ને શ્રદ્ધાળુ હતા. ૐન વિસાત : સર્વાન્ટીસ ( ૧૫૪૭-૧૬૧૬) નામે સ્પેનિશ લેખકની પ્રખ્યાત નવલક્થા. યુરાપની મધ્યયુગીન પ્રેમશૌય'ની સંસ્કૃતિ ઉપર ભારે

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278