________________
૨૧૬
કળા એટલે શું? આ વાદીઓ અનેક ભિન્ન ભિન્ન મતેમાંથી સાર તારવી અમુક વહેવારુ નિર્ણય પર પહોંચવા મળે છે, તે પરથી એ નામ તેમને મળ્યું છે. આવા ફ્રેન્ચ ઉદારવાદીઓ ૧૯મા સૈકામાં થયા; તેમાંના મુખ્ય છે કઝીન, જેફ્રે, રેવઈસ, વગેરે. (જુઓ પા. ૨૨ તથા પરિચય-સૂચિમાં તે તે નામો.)
બન-જોન્સ (૧૮૩૩-૮)ઃ એક પ્રસિદ્ધ અંગ્રેજ ચિત્રકાર.
બલિઝ, હેકટર (૧૮૦૩-૬૯): ફેંચ સંગીતકાર. “પ્રોગ્રામ'સંગીત અને વૃંદવાદન (“
ઔસ્ટ્રા ') માટે તે ખાસ પંકાય છે. રોમૅટિક શૈલીને પુરસ્કર્તા તરીકે જાણીતું છે.
બાક, જોહન સેબસ્ટિયન (૧૯૮૫-૧૭૫૦): જર્મનીનો એક સૌથી માટે સંગીતકાર. બિથોવન પેઠે જ તેની ચીજોય યુરોપમાં ઉત્તમ તરીકે પંકાય છે.
બાયરન, લેડી (૧૭૮૮-૧૯૨૪): ઇંગ્લેંડનો એક જાણીતો કવિ. તેની કીર્તિ તેના કાળમાં તો ખૂબ જ હતી; અને તે વિલાયત કરતાં યુરોપ ખંડમાં વધારે હતી. પણ ધીમે ધીમે ઇંગ્લેંડમાં હવે તેટલી રહી નથી, જોકે એક મોટા કવિ તરીકેનું તેનું રથાન અક્ષત છે. તે ભારે અજંપાવાળ ને રંગીલે માણસ હતો. રોમાંચક શૈલીને તે ગણાય છે.
- બિથોવન, લડવિગ ફેન (૧૭૭૦-૧૮૨૭) યુરોપનો મશહુર સંગીતકાર. જર્મન હતું. તેણે પ્રયોજેલી ચીજો સંગીતકળાના નમૂના જ ગણાય, એવી તેની પ્રતિષ્ઠા છે.
બેકૅશિયે (૧૩૧૩-૧૨૭૫): મધ્યયુગીન ઇટાલીનો લાડીલ દરબારી કવિ અને નવલકાર. તેની પ્રખ્યાત કૃતિ “ડકામેરૌન; તેમાં રાજા, અમીર ઉમરા તથા ખ્રિસ્તી સાધુ સાધવી વગેરેનાં જીવનનું ખુલ્લું ચિત્ર છે. તેથી પિપ ઈને તે ગમેલું નહિ. નવલકથા લખવાની કળાને આદિ પ્રવર્તક તે મનાય છે.
બૅગેમિલાઈટ” લોકઃ તેને શબ્દાર્થ થાય છે “ઈશ્વરના પ્રિય” લેક. રશિયાના “ગ્રીક ચર્ચ'ને એક ફાંટે આ છે. ૧૨મા સૈકાની શરૂઆતમાં એનો ઉદય બતાવાય છે. તેનું સ્થાન ગ્રીસ ને બલ્બરિયા. લગભગ ૧૬મા સૈકા સુધી આ પંથ ચાલુ હતો.
બૅડલેર, ચાર્લ્સ પિયર (૧૮૨૧-૧૮૬૭)ઃ કૅચ કવિ. વિચિત્ર અને રોગગ્રસ્ત માનસ ભરેલા વિષ પર તે લખતો, તેથી તેના પર કેસ ચલાવવામાં આવેલો (જાહેર અશ્લીલતા માટે). આચારમાં ભ્રષ્ટ હતો, ઉડાઉ હતે, ને અફીણિયે પણ હતા