________________
૨૦૬
કળા એટલે શું?
ચિત્રના કસબી અવલોકનકારોના મત જાણવા ઉત્કંઠ છું. બાકી બધું ચિત્ર વિષે હું જાણું છું; બીજા કોઈના મત એ અંગે મારે જાણવા નથી. ” આ ચિત્ર યાસ્નયા-પેાલિયાનામાં ખાનગીમાં બતાવાતું હતું. ગામ આખું એ જોઈને ગાંડું થયું હતું. ટૉલ્સ્ટૉય તો તે જોઈને એવા તે આનંદ-ઉલ્લાસ-મગ્ન થઈ ગયેલા કે, દિવસેાના દિવસેા એની જ વાત કર્યા કરે! તે કહે
-
મારો હર્ષોન્માદ માતા નથી. ચિત્રકાર કમાલ છે! બાઇબલના ટૂંકડો નાના પ્રશ્ન – ‘વ્હોટ ઇઝ ટૂથ ?’— તેને મર્માર્થ સમજાવવામાં ભલભલા અર્થકારો ને ભાષ્યકારો થાકયા છે; આ ચિત્ર તે પલકમાં કહી દે છે. તે જણાવે છે કે, પાઇલેટ ક્રાઇસ્ટને પૂછે માટે ન હતું; ઉત્તર તે એ પ્રશ્નમાં રહેલા છે : ઉતારેલા તુચ્છકાર દ્વારા તે પ્રશ્ન જ ઉત્તર આપી ઉત્તર માટે તે ઊભા પણ રહ્યો હતો ? પાઇલેટ આમ બોલીને સીધા જ ટોળું વળેલા લાકો પાસે જ ગયેલા.” અને આગળ જણાવે છે કે,— ચિત્રમાં પાઇલેટને ભાગવિલાસી હૃષ્ટપુષ્ટ માતંગે દેહ ને તે દર્શાવતી તેની ગરદન ઇ૦ છે તે બતાવે છે કે, કયાં ક્રાઇસ્ટની તપસ્વી ત્યાગ-પરાયણ કૃશ કાયા ને આત્મતેજસ્વી મુખમુદ્રા, અને કયાં રોમન રાજવી પાઇલેટના મિજાજ ને તુરછકારવાળી છતાં ચિંતિત લાગતી મુદ્રા અને કામભાગપુષ્ટ કાયા !
આમ અનેક રીતે ટૉલ્સ્ટોયે ચિત્રકારની આગળ તારીફ કરી. તે સાંભળી ગે હર્ષાશ્રુ-ભરી આંખે કહે, “ માફ કરો; સ્તુતિ બંધ કરો. ગર્વથી છકીને ચિત્ર દોરવાનું જ મારું મટી જશે !”
*
(6
છે, તે એના ઉત્તર પાઇલેટની મૂર્તિમાં
દે છે! અને કાં
*
આ ચિત્રને ઉલ્લેખ આ નિબંધમાં નથી; છતાં ટોલ્સ્ટોયની ચિત્ર-પરીક્ષા અને તેનું મૂલ્યાંકન બતાવતું આ દૃષ્ટાન્ત તેમ જ એ ચિત્ર વયે તેના વાચકને કહેવું ઘટે; તેથી નિબંધની પુરવણી રૂપે અંતે એ અહીં આપ્યું છે.