________________
૨૦૪
કળા એટલે શું? એક સહજ ટેવ જેવી લાગણી, સહજ અંત:પ્રેરણા બનાવી દેવાનું છે. કાલ્પનિક પરિસ્થિતિમાં બંધુતા અને પ્રેમની ભાવના જગવવા દ્વારા, ધાર્મિક કલા પ્રત્યક્ષ જીવનમાં તેને જ મળતા પ્રસંગોમાં તેવી જ ભાવનાઓ અનુભવવા માટે મનુષ્યને કેળવશે; મનુષ્યોના અંત:કરણમાં તે એવા પાટા ગોઠવી દેશે કે, લા આ પ્રમાણે જેમને કેળવે તેવાં માણસનાં કાર્યોની ગાડી પછી કુદરતી રીતે એ પાટાઓ ઉપર ચાલશે. અને સાર્વભૌમ કલા, ભિન્નમાં ભિન્ન લોકોને એક સામાન્ય લાગણીના અનુભવમાં એકઠા કરવા દ્વારા, તેમની વચ્ચેની જુદાઈ નાબૂદ કરી, લોકોને એકતાની કેળવણી આપશે, અને તર્કથી નહિ પણ જીવનથી જ તેમને જીવનની જોડે જડાયેલી મર્યાદાઓની પાર પહોંચતી એવી સાર્વભૌમ એકતાનો આનંદ બતાવશે.
આપણા જમાનામાં કલાનું અચૂક કાર્ય એ છે કે, માનવકલ્યાણ સૌની એકતામાં સમાયેલું છે એ સત્યને તર્કના બુદ્ધિક્ષેત્રમાંથી લાગણીના હૃદયક્ષેત્રમાં આણવું, અને અત્યારના હિંસાના રાજ્યની જગાએ ઈશ્વરનું એટલે કે પ્રેમનું રાજ્ય સ્થાપવું, કે જે પ્રેમચક્રને આપણે બધા માનવજીવનના સર્વોચ્ચ હેતુ તરીકે સ્વીકારીએ છીએ.
સંભવ છે કે, ભવિષ્યમાં વિજ્ઞાન કલાને હજી વધારે નવીન અને વધારે ઊંચા આદર્શો પ્રગટ કરી બતાવે; પરંતુ આપણા સમયમાં કલાનું અચૂક કાર્ય સ્પષ્ટ ને ચોક્કસ છે : ખ્રિસ્તી કલાનું કામ મનુષ્યોમાં બંધુભાવની એકતા સ્થાપવાનું છે.