________________
૨૦૨
કળા એટલે શું? વગર –કઢંગો ઢોલે છે. ઉપર જણાવ્યા પ્રમાણે તેને અભ્યાસ થાય તો જ તે આવું મટશે, અને આપણા સમાજની ધર્મપ્રતીતિમાંથી ઝરતાં સત્યોની મનુષ્યોને જાણ કરવી એવા સૌને સમજાય એવા ચોકસ અને બુદ્ધિયુક્ત હેતુવાળી એક ઘાટીલી અને જીવંત આખી ચીજ તે બનશે.
અને ત્યારે જ, કલા, કે જે હમેશ વિજ્ઞાન ઉપર આધાર રાખે છે, તે માનવજાતનાં જીવન તથા પ્રગતિને માટે વિજ્ઞાનની બરોબર મહત્ત્વવાળું માનવ અંગ બની શકશે, કે જેવું તેણે બનવું જોઈએ.
કલા ચેનબાજી નથી, મનની આસાયેશ નથી, મનોરંજન નથી : તે તો એક મહાન વસ્તુ છે. મનુષ્યની બૌદ્ધિક પ્રતીતિને લાગણીમાં ઉતારનારું માનવજીવનનું એ અંગ છે. આપણા યુગમાં મનુષ્યોની સર્વસામાન્ય ધર્મપ્રતીતિરૂપ જે માનવબંધુતા, તેનું સજગ ભાન છે; આપણે જાણીએ છીએ કે, મનુષ્યનું કલ્યાણ તેના માનવબંધુઓ સાથેની એકતામાં રહેલું છે. સાચા વિજ્ઞાને આ ભાનને જીવનમાં ઉતારવાની વિવિધ પદ્ધતિઓ બતાવવી જોઈએ. કલાએ આ પ્રતીતિનું ઊર્મિ કે લાગણીમાં રૂપાંતર કરી આપવું જોઈએ. ૧ કલાનું કામ ભારે મોટું છે. અદાલતે, પોલીસ, ધર્માદા સંસ્થાઓ, કારખાનાનું નિરીક્ષણ, વગેરે બાહ્ય સાધનો દ્વારા આજે મનુષ્યોમાં જે શાંતિમય સહકાર સચવાય છે, તે કામ મનુષ્યની સ્વતંત્ર અને આનંદમય પ્રવૃત્તિથી સધાવું જોઈએ. તે કરવાને માટે વિજ્ઞાનની મદદવાળી અને ધર્મની દોરવણીવાળી એવી સાચી કલા છે. કલાએ હિંસાને (મનુષ્યજાતના જીવનમાં) દૂર કરાવી આપવી જોઈએ. * કે મેંડ અહી આ પ્રમાણે નીચે નોંધ કરે છે –
“જે અનિષ્ટ છે તેના શરીરબળના કોઈ પ્રકારના ઉપયોગથી સામનો ન કરવો જોઈએ, એ ટૉલટૅયનો સિદ્ધાંત છે, તેણે પશ્ચિમી દુનિયામાં ભારે મૂંઝવણ ઊભી કરી છે, અને તેનો પૂરેપૂરો સ્વીકાર બહુ જ શેડા લેકો જ કરે છે. પરંતુ આ જગાએ તેને એ એવા સ્વરૂપમાં મૂકે છે કે તેની સામે વાં કાઢ મુશ્કેલ પડે. અનિષ્ટ સામે અપ્રતિકારનો આ તેમનો સિદ્ધાંત, આટલા ટૂંકાણથી અને ગળે ઊતરે એવી તથા આકર્ષક રીતે, પૂર્વે કદી રજૂ કરવામાં આવ્યો ન હતો.”