Book Title: Kala Etle Shu
Author(s): Maganbhai Prabhudas Desai
Publisher: Parivar Prakashan Sahkari Mandir

View full book text
Previous | Next

Page 248
________________ ઉપસંહાર અને આ કામ માત્ર કલા જ કરી શકે. હિંસા અને શિક્ષાની ભીતિથી સ્વતંત્ર રીતે, જે બધી વસ્તુઓએ મળીને આજે મનુષ્યનું સામાજિક જીવન શકય બનાવ્યું છે, ( અને કયારનાય આપણી જીવનવ્યવસ્થાના ભારે મોટો ભાગ આવા બની ચૂકયો છે,) તે બધી વસ્તુઓ કલાએ પેદા કરી છે. લોકોએ ધાર્મિક વસ્તુઓ બાબતમાં કેવું વર્તન રાખવું; પેાતાનાં માપિતા, બાળકો, પત્ની, સગાંસબંધી, અપરિચિત લોક, તથા પરદેશીઓ પ્રત્યે કેમ વર્તવું; પેાતાના વડીલો ને ઉપરીઓ પ્રત્યે, દુ:ખી પ્રત્યે, શત્રુ પ્રત્યે અને પશુઓ પ્રત્યે કેમ વતવું; — આ બધું જો કલાથી લોકોમાં ઉતારવામાં આવ્યું છે, અને બધાનું પાલન પેઢી દર પેઢી કરોડો માણસો કરતા આવ્યા છે, અને તે કોઈ પ્રકારની હિંસા કે બળાત્કારની ધાકથી સધાયું નથી, પરંતુ એવી રીતે કે એવા બધા આચારોન! રિવાજોનું બળ કલા સિવાય બીજે કોઈ રસ્તે ડગાવી ન શકાય; આ પ્રમાણે જો થઈ શકયું છે, તો પછી કલા મારફતે, આપણા જમાનાની ધર્મપ્રતીતિને વધુ અનુરૂપ એવા બીજા આચારોના રિવાજ પણ જગવી શકાય. કલા જો મૂર્તિ માટે, ( ઈશુના અંતિમ વાળુના ) ‘ યુકેરિસ્ટ’ સંસ્કાર માટે, રાજાને માટે પૂજ્યભાવ, સાથીના દ્રોહ કરવામાં લજ્જાભાવ, ધ્વજ માટે ભક્તિ, અપમાનનું વેર વાળવાની જરૂરની લાગણી, દેવળા રચવા ને શણગારવાને માટે મજૂરી અર્પવાની આવશ્યકતાના ભાવ, સ્વમાનરક્ષાની ફરજ, કે વતનની ઇજ્જત, કલા જો આવા ભાવા વહન કરી શકી છે, તે તે જ કલા દરેક મનુષ્યના ગૌરવને માટે તથા દરેક પશુની જિંદગીને માટે પૂજ્યભાવ પણ જગવી શકે; માણસાને એશઆરામથી, હિંસાથી, વેરભાવથી, અથવા બીજાને જરૂરની ચીજને પેાતાની મજા માટે કરાતા ઉપયોગથી શરમાતા કરી શકે; લાકોને માનવસેવામાં, પોતાની મેળે અને ઉમંગભેર અને તેમ કર્યાની ખબર પડયા વિના, પેાતાનું બલિદાન આપવાની ફરજ પાડી શકે. ૨૦૩ ભ્રાતૃભાવ અને પડોશી-પ્રેમની લાગણી આજે સમાજનાં ઉત્તમ સ્ત્રીપુરુષો જ માત્ર ધરાવે છે. કલાનું કામ એ લાગણીને બધાં મનુષ્યોની

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278