________________
પુરવણી
વૌટ ઈઝ ટૂથ? ”
[“સત્ય !-એટલે શું?”] એન. એન. ગે નામે એક ચિત્રકારના ચિત્રનું આ નામ છે. તે બાઇબલની એક કથાના શબ્દો પરથી છે. આ કથા આમ છે –
પેલેસ્ટાઈનના રોમન ગવર્નર પાઈલેટ પાસે ઈશુ ખ્રિસ્તને પકડીને રજૂ કરવામાં આવ્યા. પાઇલેટ જોડે સંવાદ થયો, તેમાં ઈશુએ એવું કહ્યું કે, “હું તો સત્યનો બંદો છું; પ્રભુ એના રાહે દોરે તેમ વર્તુ છું.”
આથી પાઇલેટે જવાબમાં કહ્યું–“સત્ય એટલે શું?- સત્ય વળી શું?’ એમ પૂછવામાં એની મતલબ યા તેના પ્રશ્નને ભાવ એ હતો કે, “સત્ય તે કોણે જાણ્યું ! જે જેમ માને તેમ ખરું. સત્ય તો સાપેક્ષ વસ્તુ છે.”
આ પ્રશ્નના જવાબમાં ઈશુ ખ્રિસ્ત મૌન સેવીને ઊભા રહ્યા. પાઇલેટને જવાબની ગરજ પણ નહોતી; તે તો “વોટ ઇઝ ટૂથ?”
–એમ ટૂંકું વદીને બહાર નગરજનોનાં ટોળાં વળ્યાં હતાં ત્યાં ચાલ્યો ગયો.
ચિત્રકાર ગેએ આ પ્રસંગ આલેખતું ચિત્ર ઈ. સ. ૧૮૯૦માં ટેસ્ટયના ગામ યાર્નયા-પોલિયાનામાં, તેમના જ ખંડમાં બેસીને દોર્યું હતું. તે પછી એ પિટર્સબર્ગના ચિત્રકલા પ્રદર્શનમાં મુકાયું; પરંતુ સરકારે તેના પર પ્રતિબંધ મૂકીને બંધ કરાવ્યું.
ગેએ ચિત્રની નકલ ટેસ્ટયને આપી હતી. તે જોઈને તેમણે ગેને લખ્યું, “તમારા ચિત્રનું જ ચિંતન ચાલે છે. પ્રદર્શનમાં મૂકો છે, તે કેવુંક લોકને ગમે છે, તે જાણવા આતુર છું. તેમાં મને ચિંતા પાઈલેટના હાથ વિષે છે, – કે જેમાં કાંઈક ભૂલ તો નથી થઈ? તેથી
૨૦૫