Book Title: Kala Etle Shu
Author(s): Maganbhai Prabhudas Desai
Publisher: Parivar Prakashan Sahkari Mandir

View full book text
Previous | Next

Page 252
________________ પરિચય-સૂચિ આઈઝેકઃ બાઇબલના “જૂના કરારમાં આવતું એક પ્રાચીન પાત્ર. તે અબ્રાહમનો છોકરો થાય. તેના કુટુંબ-જીવનની સાદી વાતો આપણુ પુરાણુકથાઓ પેઠે ખ્રિસ્તીઓમાં ઘેર ઘેર જાણીતી છે. તેનો દીકરા જેકબ, એની વાતનો ઉલ્લેખ પણ ટૅલસ્ટય કરે છે. ( જુઓ જેકબ). ઈસેન, હેન્રીક (૧૮૨૮-૧૯૦૬) નવેને નાટકાર. તેનાં નાટકોમાં રૂઢિ સામે બળવો હોવા માટે વિરોધ થયા છતાં, તેને અમુક લોકપ્રિયતા યુરોપમાં મળી છે. તે ચાલુ પ્રત્યે ટીકાત્મક વધુ છે, જે (નકારાત્મક છતાં) આજના જમાનામાં કેટલાક સંશય-કે-શૂન્ય-વાદી વર્ગોને ગમે છે. ઇલિયટ, ૪ (૧૮૧૯-૮૦): ઇંગ્લેંડની પ્રખ્યાત સ્ત્રી-નવલકાર. આ તેનું તખલ્લુસ છે. તેનું મૂળ નામ મૅરિયન ઇવાન્સ છે. ઍડમ બીડ” તેની પંકાયેલી નવલકથા છે. ઈલિયડ પ્રાચીન ગ્રીસનું મહાકાવ્ય. લેખક હોમર મનાય છે. હેલન નામે યુવતીને પૅરીસ નામે પુરુષ સ્પાર્ટાથી ટ્રેય હારી જાય છે. તેને પાછી આણવાના પ્રયત્નનું કથાનક એમાં છે. તેમાં “ટેયને ઘેરે મુખ્ય પ્રસંગ બને છે. દેવ-દેવીઓ તથા વરાનાં પરાક્રમથી ભરપૂર એવું આ કાવ્ય યુરેપભરમાં જાણીતું છે. ઈસૈયા પેગંબર: બાઇબલના “જુના કરારમાં આવતે એક પેગંબર. તે ગ્રંથમાં આવતા બધા પેગંબરોમાં આ વધારે પ્રભાવવાળે મનાય છે. તેના નામનું એક સ્વતંત્ર પ્રકરણ “જૂના કરારમાં છે. ઈસ્ટર તહેવાર,–“કેક’: નાતાલ પછી બીજે નંબરે ગણુતો ખ્રિસ્તી તહેવાર. ઘરમાંથી ઈશુ પાછા ઊઠડ્યા એ એમના પુનરુજજીવન અંગે એ પળાય છે. તેને અરસે એપ્રિલ (વસંત ઋતુ)માં છે. તે ઊજવવા અંગે “કેક – કચેરી–જેવી વાની કરાય છે, તેને ઇસ્ટર-કેક ' કહે છે. ઉલીસેસઃ જુઓ “એડેસી ”માં. એન્થની, સંતઃ (ઍન્ટની” પણ કહેવાય છે. ઈ. સ. ૨૫૧-૩૫૬.) તે ઇજિપ્તમાં જન્મ્યો હતો. સાધુના મઠ-જીવનને મૂળ સ્થાપક ગણાય છે. તેણે ૨૦૭

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278