________________
ઉપસંહાર
૨૦૧ સાથે કાંઈ લેવાદેવા નથી; એટલે પોતાના સ્વભાવથી જ તે કલાના પાયા તરીકે કામ દઈ ન શકે.
એટલે આપણા જમાનાની કલાએ કલા બનવાને માટે યા તો વિજ્ઞાનથી સ્વતંત્ર રીતે પોતાને રસ્તો કાઢવો જોઈએ, અથવા તે પરંપરાગત વિજ્ઞાનવાળાઓ તેમને અમાન્ય એવા પેલા જે (સાચા) વિજ્ઞાનને ધુત્કારી કાઢે છે, તેની પાસેથી દોરવણી કે દિશાસૂચન લેવું જોઈએ. અને આજની કલા અત્યારે પોતાનું કાર્ય અધૂરું જ કરે છે ત્યારે પણ તે આ જ પ્રમાણે વર્તે છે.
આશા છે કે, કલા અંગે જે કરવાનો આ પ્રયત્ન મેં કર્યો છે, તેવો વિજ્ઞાન માટે પણ થશે. એટલે કે, વિજ્ઞાન-ખાતર-વિજ્ઞાન-વાદની અસત્યતા સાબિત કરી દેખાડાશે; સાચા અર્થમાં ખ્રિસ્તનો ધર્મબોધ સ્વીકારવાની જરૂર સ્પષ્ટ બતાવવામાં આવશે; અને જેને માટે આપણે ગર્વ ધરાવીએ છીએ તે બધા આપણા સમગ્ર જ્ઞાનની, તે બોધના પાયા ઉપર ફરી મુલવણી કરવામાં આવશે. પ્રયોગસાધિત વ્યવહાર-વિજ્ઞાનની ગૌણતા અને નજીવાપણું તથા ધાર્મિક નૈતિક ને સામાજિક જ્ઞાનની મુખ્યતા અને મહત્ત્વ સ્થાપન કરવામાં આવશે અને આજની જેમ આવું જ્ઞાન ઉપલા વર્ગોની જ દોરવણી ઉપર નહિ છોડાય; પરંતુ, ઉપલા વર્ગો સાથે સંમતિમાં નહિ પણ તેમના વિરોધ છતાં, હંમેશ સત્ય જીવન - વિજ્ઞાનને જેમણે આગળ ધપાવ્યું છે, તેવા બધા સ્વતંત્ર અને સત્યપ્રેમી મનુષ્યોના મુખ્ય રસની વસ્તુ એ બનશે.
ખગોળ, પદાર્થવિજ્ઞાન, રસાયણ, અને જીવવિદ્યા નથી યંત્રવિજ્ઞાન અને વૈદક— આ બધાં વિજ્ઞાન મનુષ્યજાતને ધાર્મિક, ધારાશાસ્ત્રીય, કે સામાજિક છેતરપિંડીમાંથી બચવા મદદ કરી શકે, કે કોઈ પણ એકલા વર્ગનું નહિ પણ બધાં મનુષ્યોનું કલ્યાણ વધે એવું કામ દઈ શકે – આટલા પૂરતો જ તેમનો અભ્યાસ થશે.
- આજે તો વિજ્ઞાન એક બાજુએ વર્તમાન જીર્ણ સમાજવ્યવસ્થાને ટકાવવા માટે જરૂરી એવું સફાઈદાર દલીલ-જાળું છે; અને બીજી બાજુએ તે, મોટે ભાગે નકામી કે જરાતરા કામની પરચૂરણ માહિતીનો ઘાટ