________________
નવી કળાની ત્રિમૂર્તિ જ્યારથી ઉપલા વર્ગના લોકોની દેવળધર્મમાંથી શ્રદ્ધા ગઈ, ત્યારથી સૌંદર્ય (એટલે કે, કળામાંથી મળતી મજા કે આનંદ) એ સારી ને નરસી કળાના વિવેકનું તેમનું ધોરણ બન્યું. અને સ્વાભાવિક રીતે, એ ખ્યાલ પ્રમાણેના ભાવને યોગ્ય ઠરાવતો એવો કલાવાદ એ ઉપલા વર્ગોમાં જાગ્યો કે, કળાનો હેતુ સૌદર્ય વ્યક્ત કરવાનો છે. આવા કલાવાદની સત્યતાના સમર્થનમાં, તેના પક્ષકારોએ નક્કીથી જણાવ્યું કે, આ કાંઈ અમારી શોધ નથી; એ વાદ તો વસ્તુસ્થિતિમાં જ રહેલો છે, અને પ્રાચીન ગ્રીકો પણ એને સ્વીકારતા.
પરંતુ આ તો તદ્દન અધ્ધરિયું વિધાન હતું. એને પાયો હતો તે એટલી જ હકીકતનો કે, ખ્રિસ્તી નૈતિક આદર્શની તુલનામાં ગ્રીક લોકોનો નૈતિક આદર્શ ઊતરતો હોવાથી, પ્રાચીન ગ્રીક લોકમાં સાધુતા કે ભલાઈનો (“તો આગથૉન') તેમનો ખ્યાલ સૌંદર્યના (“તો કાલૉન') તેમના ખ્યાલથી ચોખ્ખો નોખો પડ્યો નહોતો.
સાધુતા કે ભલાઈ સૌંદર્યને એકરૂપ તો કયાં, પણ ઘણે ભાગે તેનાથી વિરોધી સ્વરૂપની વસ્તુ છે. તે સમજની સર્વોચ્ચ પૂર્ણતા યહૂદી લોકોએ ઇસૈયા પેગંબરના કાળમાં પણ જોઈ હતી, અને ખ્રિસ્તી ધર્મો તેને પૂરેપૂરી વર્ણવી છે; એ પૂર્ણતા ગ્રીકોને તદ્દન અજાણી હતી. તેઓ એમ ધારતા કે, સુંદર હોય તે ખસૂસ સારું પણ હોવું જોઈએ. એ ખરું છે કે, સૉક્રેટીસ, પ્લેટો, ઍરિસ્ટોટલ એ જે એમના સૌમાં પ્રમુખ વિચારકો, તેમને લાગ્યું હતું કે, કદાચ સાધુતા અને સૌંદર્ય એકરૂપ નયે હોય. સોક્રેટીસે ચોખ્ખા શબ્દોમાં સૌંદર્યને સાધુતાથી નીચલી પાયરીનું
૪૯ -