________________
૮૪
કળા એટલે શું? આપે છે કે, આ રીતે જે સમજવાનું આપણને ફરમાવવામાં આવે છે તે યા તે બહુ ખરાબ અને એકદેશી કળા છે, અથવા તો તે મુદ્દલ કળા
જ નથી. . લોક કહે છે કે, કલાકૃતિઓમાં જનતાને મજા નથી આવતી તેનું કારણ એ છે કે, તેઓ તેમને સમજવા અશક્ત છે. પરંતુ કલાકૃતિઓનો હેતુ જો એવો હોય કે, કલાકારે પોતે અનુભવેલી લાગણીઓ વડે લોકોને ચેપવા, તો ન સમજવાને તો મુદ્દો જ કોઈ શી રીતે ઉઠાવી શકે?
જનતાનો એક સામાન્ય માણસ એક ચોપડી વાંચે છે, એક ચિત્ર જુએ છે, એક નાટક કે સંગીતની ચીજ સાંભળે છે, પણ તે કશી લાગણીથી
સ્પર્ધાતો નથી. તેવા માણસને કહેવામાં આવે છે કે, એનું કારણ એ છે કે, હું તે સમજી શકતો નથી. એક માણસને અમુક દૃશ્ય કે ખેલ જોવા દેવાનું લોક વચન આપે છે; એ માણસ તે જોવા દાખલ થાય છે ને કશું જોતો નથી. તેને કહેવામાં આવે છે કે, તારી નજર આ દૃશ્ય કે ખેલ જોવા માટે તૈયાર નથી માટે આમ થાય છે. પરંતુ તે માણસને ખાતરી છે કે, પોતાને દેખાય છે તો તદૃન સારી રીતે. એટલે લોકે તેને દેખાડવાનું વચન આપ્યું ને તે તેને દેખાયું નહિ; તો તે ઉપરથી એ મનમાં એટલું જ માને છે ( અને તે તદ્દન વાજબી છે ) કે, દેખાડવાનું વચન આપનાર લોકોએ તે પાળ્યું નહિ. તે પ્રમાણે, એક માણસ કેટલીક કલાકૃતિઓ જરૂર માણી શકે છે, પણ તેના મન ઉપર કેટલાક બીજા કલાકારોની કૃતિઓથી કશી લાગણી નથી થતી; એવો માણસ જો આ કલાકારો વિષે એવા જ નિર્ણય ઉપર પહોંચે –[ કે, તેમણે લાગણી પ્રેરવા માટે તો કૃતિ રચી ને તે મને બતાવી, છતાં તે લાગણી મારામાં પ્રેરાઈ તો નહિ; ( જયારે લાગણી પ્રેરવા બાબતની હૃદયશક્તિ તે તેને છે, કેમ કે, કેટલીક કૃતિઓ જરૂર તે માણી શકે છે; ) એનો અર્થ એ કે, પેલા કલાકારોએ પોતાનું વચન ન પાળ્યું, ]– તો તે બરોબર ન્યાયપુર:સર છે. કોઈ માણસને કહેવું કે, મારી કળા તને સ્પર્શતી નથી તેનું કારણ એ છે કે, તું હજી ઘણો મૂર્ખ જડ છે, તેમાં મિથ્યાભિમાન અને અસભ્યતા તો છે; પણ