________________
૧૧૮
- કળા એટલે શું? હિપ્નોટીઝમ-વશીકસનો પ્રશ્ન છે, એ આ ઉપરથી બરોબર સાબિત થાય છે. પ્રેતાત્માવાદીઓ* આમ જ કહે છે. તેમના પ્રેતાત્માઓની સત્યતાની ખાતરી કરાવવા તે સામાન્યત: કહે છે, “તમે ન્યાય કરી ન શકો, તમારે એ અજમાવી જોવું જોઈએ, અને તેના અનેક પ્રયોગોમાં હાજર રહેવું જોઈએ.” એટલે કે, તમે આવો અને અંધારામાં ચૂપકીથી, કલાકો સુધી, અર્ધ ગાંડા લોકો જોડે એક ઓરડીમાં બેસે. અને આમ દસેક વાર કરો, એટલે અમે જોઈએ છીએ તે તમને દેખાશે. - હાસ્તો, સ્વાભાવિક રીતે! એવી દશામાં તમે ગોઠવાઓ; અને ઇચ્છો તે તમે જુઓ જ. પરંતુ દારૂ પીધે કે અફીણ તાયે આ દશા તો તેથીય જલદી મેળવી શકાય. વૅગ્નરનું ઓપેરા સાંભળવામાંય આમ જ બને છે. ચાર દિવસ સુધી તમે અંધારામાં, મનની તદ્દન સમદશામાં નહિ એવા લોકો જોડે બેસે, કાનની નાડીઓને ઉશ્કેરવા પૂરા યોગ્ય એવા સૂરોની જલદમાં જલદ ક્રિયા તે નાડીઓ વાટે તમારા મગજ પર થવા દો, તો નિ:શંક તમેય વિષમ મનોદશાવાળા બનશે, અને તે બેહૂદગી પર વારી જશો. પરંતુ આ સાધવાને ચાર દહાડાનીય જરૂર નથી; તે નાટકનો એક દિવસ’ ભજવવા માટે (મોસ્કોમાં થયું તેમ) પાંચ કલાક જ સાવ પૂરતા છે. પાંચેય શું કામ? જે લોકોને કલા કેવી હોવી જોઈએ, એ વિશે સ્પષ્ટ ખ્યાલ નથી, અને જેમણે અગાઉથી નિર્ણય બાંધી લીધો છે કે, જે જોવાને આપણે જઈએ છીએ તે ઉત્તમ છે અને તે કૃતિ પ્રત્યે ઉપેક્ષા કે અસંતોષ બતાવો એ પોતાની નામનાની અને સંસ્કારિતામાં ઊણપની સાબિતીરૂપ છે, તેવા લોકોને માટે તે એક કલાકેય બસ છે.
આ ભજવણીમાં હાજર રહેલા પ્રેક્ષકોને મેં નિહાળેલા હતા. આખા પ્રેક્ષક વર્ગને દોરનારા અને ધડ આપનાર ગણાય એવા લોકો પહેલેથી મંત્રમુગ્ધ થઈ ગયા હતા, અને એમ વશ થઈને જવાની ટેવ પડી ગયેલી, એટલે, તેમની એવી અસ્વસ્થ દશામાં, વાહવાહ કરવામાં
- “સ્પિરિચ્યું ઍલિટ': મરેલા લોકોના જીવને અમુક વાહન દ્વારા આહવાન કરી તેમની જોડે અનુસંધાન કરી શકાય એવી માન્યતાવાળા લેકે.