________________
કડવું છતાં સાચું ત્યારે આ છેઃ ૧૩૩ પર દયા લાવી તેને ઘરમાં બોલાવે છે, એમ ચોખ્ખું લાગે છે. છોકરો, દયાજનક રીતે પોતાના ઉઘાડા પગ પાટલી નીચે રાખી બેઠો બેઠો ખાય છે. પેલી સ્ત્રી ઊભી ઊભી એ જુએ છે, કદાચ એટલા સારુ કે, એને વધારે ખાવા જોઈતું હોય તો આપું. અને સાત વર્ષની એક છોકરી પોતાના હાથ ટેબલ પર અઢેલીને, કાળજીથી ને ગંભીર બની, પેલા છોકરાને જોયા કરે છે; તે ભૂખ્યા છોકરા ઉપરથી તેની આંખ ખસતી નથી; પહેલી વાર તેને સ્પષ્ટ સમજાય છે કે, ગરીબાઈ અને લોકોમાં અસમાનતા એ શું છે; અને જાણે મનમાં પોતાને પૂછતી હોય કે, મને બધું જોઈએ તે મળે ને આ છોકરો ઉઘાડે પગે ને ભૂખ્યો રહે એમ કેમ હશે? તેથી તેને દુઃખ થાય છે; અને છતાં તે રાજી છે. અને તે છોકરાને અને સાધુતાને માટે એના મનમાં પ્રેમ થાય છે . . . અને આપણને એમ લાગે છે કે, કલાકારને આવી છોકરી ગમે છે, ને તે છોકરીને પણ ગમે છે. આ ચિત્રો દોરનાર, મને લાગે છે કે, બહુ જાણીતો નહિ થયેલો કોઈ ચિત્રકાર છે; છતાં તે એક ઉમદા ને સાચી કલાકૃતિ છે.
રૉસ્સીએ ભજવેલું “હેમ્લેટ’ નાટક જોયેલું મને યાદ આવે છે. તે નાટક અને તેનું મુખ્ય પાત્ર બનનાર નટ બેઉને આપણા વિવેચકો ઉચ્ચ નાયકળાના કળશરૂપ બતાવે છે. અને છતાં નાટક અને તેની ભજવણી એ બેઉથી, બધો વખત કલાકૃતિનાં ખોટાં અનુકરણો મનને જે એક ખાસ પ્રકારનો સંતાપ આપ્યા કરે છે, તે મેં અનુભવ્યો.
અને હમણાં મેં વૉગલ નામે જંગલી જાતિમાં ભજવાતા એક નાટક વિશે વાંચ્યું. તેને જોનાર એક પ્રેક્ષક તેનું વર્ણન આપે છે. રેન્ડિયરનાં ચામડાં પહેરેલા બે વૉગલ છે - એક મોટો ને એક નાનો. એક મોટું રેન્ડિયર બન્યો છે ને બીજો તેનું બચ્યું છે. બરફ જોડા પહેરી ધનુષબાણ ધારીને ત્રીજો વૉગલ શિકારી બન્યો છે. ચોથો વૉગલ પક્ષીની ભાષા બોલતે, પેલા રેન્ડિયરને તેના પર ઝઝૂમતા ભયની ચેતવણી આપનારો છે. નાટકની વાત એમ છે કે, પેલો શિકારી પેલાં બે હરણાંનું પગેરું