________________
૧૫૮
કળા એટલે શું?
બનવાનું તો કયાં રહ્યું, ને ચીજો રાષ્ટ્રીય પણ બનતી નથી – આખી પ્રજાને નહિ પણ તેના અમુક લોકને જ સમજાય એવી તે હોય છે.*
કાવ્ય અને સંગીત પેઠે જ ચિત્રણમાં પણ એ જ રામકહાણી આવે છે-ભાવમાં નબળી ચિત્રકૃતિઓને વધારે રસિક કરવા માટે સ્થળ સમયની બારીકાઈથી નિહાળેલી વિગતો તેમની આસપાસ ખડકાય છે, જેથી તેઓમાં કામચલાઉ ને સ્થાનિક રસ આવે છે, પણ તે ઓછી સાર્વભૌમ બને છે. આમ છતાં બીજા કલાક્ષેત્રો કરતાં ચિત્રણમાં સાર્વભૌમ ખ્રિસ્તી કળાની માગણીઓ સંતોષતી કૃતિઓ વધુ મળે છે. એટલે કે, સૌ કોઈ જેને માણી શકે એવી લાગણીઓ વ્યક્ત કરતી કૃતિઓ ચિત્રકલામાં વધારે છે.
* આ પછી એક નાના ફકરામાં ટૉલ્સ્ટૉય બાક, ચાપિન, મોઝાર્ટ, બિથોવન ઇયુરોપીય સંગીતકારની કૃતિઓમાં મળી આવતા થોડાક દાખલા ટાંકે છે. એ બધા આપણને લગભગ અજાણ્યા હેવાથી તે ફકરે છોડ્યો છે. પરંતુ તેને અંતે ટીપમાં ટાસ્ટીચ જે નોંધ મૂકે છે, તે આ પ્રકરણની આખી બાબત ઉપર જ પ્રકાશ પડતી હોઈ, નીચે ઉતારી છે :
“મને શ્રેષ્ઠ લાગતા કલાના દાખલા હું અહીં ગણાવું છું તે ખરે. પણ મારી પસંદગીને હું ખાસ મહત્વ નથી આપતો, કેમ કે કલાની બધી શાખાઓનું મને પૂરતું જ્ઞાન નથી. ઉપરાંત હું એ વર્ગનો છું કે જેની રુચિ બેટી કેળવણીને લઈને વિકૃત બની ગયેલી છે. તેથી કરીને, પડી ગયેલી જૂની ટેવે કદાચ મને ભુલાવે, અને જુવાનીમાં કઈ કૃતિએ મારા ઉપર છાપ પાડી હોય તેને હું એકાંતિક ગુણ માની લેવાની ભૂલેય કરી બેસું. આ કે તે કલા શાખાની જે દાખલા અહીં હું ટાંકું છું, તેમાં મારો હેતુ એટલે જ છે કે, હું જે કહેવા માગું છું તે એમની દ્વારા વધારે સ્પષ્ટ કરવું અને, અત્યારના મારા વિચારો પ્રમાણે, કળા માં તેના વસ્તુવિષયના સંબંધમાં હું શાને શ્રેષ્ઠતા સમજું છું તે બતાવવું. ઉપરાંત મારે એ પણ કહેવું જોઈએ કે, મારી પોતાની કૃતિઓને હું ખરાબ કલામાં ગણું છું; તેમાં બે મારી કથાઓ અપવાદ છે-એક ગેડ સીઝ ધી ટૂથ બટ વેઇટ્સ.” કે જે પહેલા પ્રકારની (ધાર્મિક) કળામાં જાય છે; અને બીજી બધી પ્રિઝનર ઓફ ધી કોકેશન' કે જે બીજા પ્રકારની (સાર્વભૌમ) કળામાં જાય છે.”
(આ બેઉ વાર્તા ટેસ્ટયની ગ્રેવીસ વાર્તાઓ' એ અંગ્રેજી સંગ્રહમાં છે, એમ માડ જણાવે છે.)