________________
૧૬૯
ખરી કળાની ખેટનાં માઠાં ફળ તેનું કારણ એટલું જ કે, તેઓ સારું ગાય છે, લખે છે કે, નાચે છે. તે જુએ છે કે, ગાયક, લેખકો, ચિત્રકારો, નર્તકો બધા લાખો રૂબલ કમાય છે ને સંતો કરતાં વધારે માન માટે છે. અને આ જોઈ ખેડૂતો ને બાળકો મૂંઝવણમાં પડે છે.
પુકીનને મર્યો ૫૦ વર્ષ થયા બાદ, એકીવખતે, તેની કૃતિઓની સસ્તી આવૃત્તિઓ લોકોમાં ચાલવા લાગી અને મૉસ્કોમાં તેનું બાવલું મુકાયું, ત્યારે મારી ઉપર ડઝનથી ઉપરાંત ખેડૂતોના પત્ર આવ્યા કે, પુશ્કીનને આટલો બધો ઊંચે કેમ ચડાવવામાં આવે છે ? અને પેલે જ દહાડે સારેટોવથી એક ભણેલો* માણસ મને મળવા આવેલો, તે આ જ પ્રશ્ન પર જાણે ગાંડો થઈ ગયો હતો. પુશ્કીનનું પૂતળું મૂકવામાં ભાગ લેવા માટે પાદરીવર્ગને ઉઘાડા પાડવા માટે તે મૉસ્કો જતો હતો.
ખરેખર, આવો આમ-પ્રજાને એક સામાન્ય માણસ તેને પહોંચતી ઊડતી વાતો કે છાપાં પરથી એમ જાણે કે, પાદરી વર્ગ, સરકારી અમલદારો, અને રશિયાના બધા સારા લોકો એક મહાપુરુષ, ઉદ્ધારક, રશિયાના ગર્વરૂપ પુશ્કીનનું બાવલું ખુલ્લું મૂકે છે, – અને તેણે તો એને વિશે ત્યાં સુધીમાં કદી સાંભળ્યું નહોતું! –- તો આથી તેની કેવી મનોદશા થાય, એ જાતે જ દરેકે કલ્પી લેવું ઠીક છે. ચારે બાજુએથી તે માણસ આ વિશે સાંભળે છે કે વાંચે છે, અને કુદરતી રીતે તે માને છે કે, જો આવું માન કોઈને મળે તે ચોક્સ તેણે અસાધારણ કાંઈક – શરીરબળ કે આત્મબળનું કાંઈક ભારે પરાક્રમ કર્યું હોવું જોઈએ. એટલે પછી પુષ્કીન કોણ હતો એ જાણવાને તે મથે છે. અને તે નહોતો વીર કે નહોતો કોઈ સેનાની, પરંતુ એક ખાનગી માણસ અને લેખક
ર મા ડ અહીં અંગ્રેજી વાચકો માટે નોંધ આપે છે કે, ભણેલે એટલે વિદ્વાન નહિ, પણ અભણ નહિ તે. આપણી ભાષામાં પણ સામાન્યતઃ આમ જ સમાચ. મૌડ કહે છે, રશિયામાં અભણ અને ભણેલા એમ બે ભાગ પાડીને વિચારવાનો રિવાજ છે; ભણેલા એટલે વાંચી લખી જાણનાર. -મ