________________
કળા એટલે શું?
-ફિલૉસૉફી ઑફ પાવર ’( કર્તા રેગ્નર રેડબિયર્ડ, ચિકાગા, ૧૮૯૬ ) - આમ હતું. સંપાદક તેની પ્રસ્તાવનામાં જણાવે છે તેમ, આ પુસ્તકને સાર એ છે કે, હિબ્રૂ પેગંબરો ને રોતલ મસીહાની ખોટી ફિલસૂફીથી સત્યને માપવું એ ગાંડપણ છે. સત્યના ઊગમ કોઈ તત્ત્વસિદ્ધાંતમાં નહિ પણ બળ કે શક્તિમાં છે. ‘પાતા પ્રત્યે જેવું કોઈ ન વર્તે એમ આપણે ઇચ્છીએ, તેવું બીજા પ્રત્યે આપણે ન વર્તવું જોઈએ ’- આના જેવા ધર્મસિદ્ધાંતે, ધર્માજ્ઞાઓ કે કાયદાને પેાતાની અંતર્ગત કશી જ સત્તા નથી; તે સત્તા તેમને દંડા, ફાંસી કે તલવારમાંથી મળે છે. ખરેખરો આઝાદ આદમી માનવી કે દૈવી કોઈ હુકમ માનવાની ફરજ તળે નથી. આજ્ઞાપાલન ઊતરી ગયેલા લાકની નિશાની છે; આજ્ઞાભંગ વીરોની વિશેષતાના સિક્કો છે. માણસેાએ પોતાના શત્રુઓએ શેાધેલા નીતિનિયમેામાં ન બંધાવું જોઈએ. આખું જગત લપસણું યુદ્ધક્ષેત્ર છે. આદર્શ ન્યાય એમ ચાહે છે કે, હારેલાઓને લાભ લેવા જોઈએ, તેમને નિર્વીર્ય કરવા જોઇએ ને તુચ્છકારવા ઘટે. પૃથ્વી આઝાદ અને બહાદુર લેાકની છે; તેથી જીવન માટે, જર-જમીન-જોરુ માટે, સત્તા અને પ્રેમ માટે શાશ્વત યુદ્ધ ચાલવું જોઈએ. [થોડાં વર્ષ ઉપર, પ્રખ્યાત અને શિષ્ટ કલાકાર દ વાગે આને જ મળતું કહ્યું હતું. ] બહુરત્ના ભંડારભરી વસુંધરા બહાદુરોના બાહુબળને આશરે છે.
પેલા ગ્રંથનો આ લેખક, જે નિર્ણયોને નવા કલાકારો પોતાના તરીકે કહે છે તે ઉપર, નિત્શેથી સ્વતંત્ર રીતે પહોંચ્યો છે, એ ઉઘાડું દેખાય છે. એક સિદ્ધાંતના રૂપમાં મુકાતા આ વિચારો આપણને ચાંકાવે છે. ખરું જોતાં, કલા એટલે સૌંદર્યની દાસી, એ આદર્શમાં આ ગર્ભિત રીતે આવી જાય છે. આપણા ઉપલા વર્ગની કળાએ લોકોને અતિમાનવના આ આદર્શની કેળવણી આપી છે. ખરું જોતાં, આ આદર્શ નીરો, સ્ટેન્કા રેઝીન, ચંગીસખાન, રૉબર્ટ મૅડૅર કે નેપેાલિયન અને તેમના સાગરીતે મદદનીશે ને પ્રશંસકોને જ જૂનો આદર્શ છે; અને કલા પેાતાની સર્વશક્તિથી આ આદર્શને સમર્યે છે.
૧૭૨