________________
ઉપસંહાર
૧૯૭ વર્તવું જોઈએ, પશુઓ પ્રત્યે કેમ વર્તવું જોઈએ; અને એવી એવી માનવજીવનને માટે મહત્ત્વની બીજી અનેક બાબતો.
ખરું વિજ્ઞાન હમેશ આવું હતું ને હોવું જોઈએ, અને આપણા જમાનામાં આવું વિજ્ઞાન નીપજવા લાગ્યું છે. પરંતુ એક બાજુ, વર્તમાન સમાજવ્યવસ્થાની તરફેણ કરનારા પેલા બધા વૈજ્ઞાનિક લોકો આ ખરા વિજ્ઞાનને ઇનકારે છે ને તેનું ખંડન કરે છે, અને બીજી બાજુ, વ્યવહાર-વિજ્ઞાનમાં ગૂંથાયેલા લોકો તેને ખાલી, બિનજરૂરી ને અશાસ્ત્રીય વિજ્ઞાન માને છે.
દાખલા તરીકે, દેવળધર્મના સિદ્ધાંતોનાં બેહૂદગી ને જુનવાણીપણું બતાવતાં, તથા આપણા જમાનાને લાયક એવી બુદ્ધિગમ્ય ધર્મપ્રતીતિની જરૂર છે એમ સાબિત કરી બતાવતાં પુસ્તકો ને પ્રવચન બહાર પડે છે. પણ (તે વિષયમાં) સાચું વિજ્ઞાન મનાતી અત્યારની ધર્મતત્ત્વવિદ્યા એ કૃતિઓનું ખંડન કરવામાં, અને હવે તદ્દન અર્થહીન થઈ ગયેલા ને કયારના જુનવાણી બનેલા વહેમો માટે સમર્થન અને આધાર ખોળવા પાછળ, માનવબુદ્ધિને વારંવાર કસવામાં માત્ર રોકાય છે.
અથવા, એમ બતાવતું ધાર્મિક પ્રવચન બહાર પડે છે કે, જમીન ખાનગી માલકીની વસ્તુ ન હોવી જોઈએ અને જમીનનું ખાનગી મિલકતના ધોરણ અનુસાર વ્યવસ્થાતંત્ર આમ જનતાની ગરીબીનું મુખ્ય કારણ છે. વિજ્ઞાને ખરા વિજ્ઞાને આવા પ્રવચનને આવકારવું જોઈએ અને એ વિચારને ઉપાડી લઈ તે આગળનાં ફલિતો કાઢવાં જોઈએ, એમ ઉધાડું લાગે. પણ આપણા જમાનાનું વિજ્ઞાન એવું કાંઈ કરતું નથી; ઊલટું, અર્થશાસ્ત્ર તેની સામે વિચાર પ્રતિપાદન કરે છે કે, મિલકતના બીજા બધા પ્રકારોની માફક, જમીનની મિલકત માલિકોની નાની સંખ્યાના હાથમાં ઉત્તરોઉત્તર કેન્દ્રિત થતી જવી જોઈએ.
તે જ પ્રમાણે વળી મનાવા લાગ્યું છે કે, સાચા વિજ્ઞાનનું કામ યુદ્ધ અને દેહાંત-દંડની અબુદ્ધિતા, ગેરલાભ, અને અનીતિમત્તા, અથવા વેશ્યાવૃત્તિનાં અમાનવતા અને નુક્સાન, અથવા કેફી ચીજોના સેવનનાં