________________
ઉપસંહાર
૧૯૫ જ નહિ, પરંતુ જીવાણુઓ, ક્ષ-કિરણો વગેરે પણ. પરંતુ તેઓ આસપાસ જુએ તો જણાય કે, ખરા વિજ્ઞાનને છાજતી પ્રવૃત્તિ એટલે આપણને જે કશાનો વ્યાસંગ કે રસ પડી જાય તેનો અભ્યાસ નથી, પરંતુ ખરી વિજ્ઞાન-પ્રવૃત્તિ મનુષ્યજીવન કેવી રીતે ઘડીને વ્યવસ્થિત સ્થાપવું, એનો અભ્યાસ છે. એટલે કે, ધર્મ, નીતિ, અને સમાજજીવનના એ બધા પ્રશ્નોનો અભ્યાસ – કે જેમના ઉકેલ વગર કુદરતનું આપણું જ્ઞાન માલ વગરનું નજીવું ને નુકસાનકારક થાય.
આપણા વિજ્ઞાને પાણીની ધોધ-શક્તિને કામમાં લેવાનું ને તે દ્વારા કારખાનાં ચલાવવાનું શક્ય કર્યું, અથવા આપણે પર્વતમાંથી બોગદાં ભેદી કાઢયાં, વગેરે બધું કર્યું, તેને માટે આપણે ખૂબ આનંદ અને ભારે ગર્વ માનીએ છીએ. પરંતુ એમાં દુ:ખની વાત એ છે કે, ધોધની શક્તિ આપણે શ્રમજીવીના લાભમાં નહિ, પણ ભોગવિલાસની સામગ્રી કે માનવઘાતક યુદ્ધનાં શસ્ત્રાસ્ત્રો પેદા કરનાર મૂડીવાદીઓને સમૃદ્ધ કરવામાં જોતીએ છીએ. બોગદાં કોરવાને માટે જે સુરંગ-સામગ્રીથી પર્વત ઉડાડીએ છીએ, તેમને જ આપણે યુદ્ધો માટે વાપરીએ છીએ; કે જેમાંથી અટકવાને આપણો ઇરાદો નથી એટલું જ નહિ, પણ જેમને અનિવાર્ય ગણીએ છીએ ને સતત જેમને સારુ તૈયારીઓ કરીએ છીએ.
આજે આપણે “ડિપ્લેરિયાના જંતુની રસીથી રોગ રોકી શકીએ છીએ, ક્ષ-કિરણ વડે શરીરમાં પેઠેલી સોય ખાળી શકીએ છીએ, ખૂંધાની ખૂંધ સારી કરી શકીએ છીએ, ચાંદીનો રોગ મટાડી શકીએ છીએ, અને અજબ વાઢકાપ કરી શકીએ છીએ. (તે બધાં નિર્વિવાદ સ્થાપિત થઈ ચૂકે તોપણ,) તે બધી પ્રાપ્તિ માટે, આપણે જો ખરા વિજ્ઞાનનો સત્ય હેતુ પૂરેપૂરો સમજીએ તો, ગર્વ લેવો ના જોઈએ. આજે નરી કુતૂહલતાના કે માત્ર વ્યવહારોપયોગિતાવાળા વિષયો પાછળ જે પ્રયત્નો થાય છે, તેમનો ૧૦ મો ભાગ પણ માનવ-જીવનને એક સુસંગઠિત કરતા સાચા વિજ્ઞાન પાછળ ખર્ચાત, તો જે માંદગીમાં આજે લોક સપડાય છે ને તેમનામાંની સાવ નાનકડી સંખ્યાના જ થોડાક જણ ઇસ્પિતાલમાં