________________
ઉપસંહાર
૧૯૩ નહિ એવા – અચલ કાયદાને લઈને એ વ્યવસ્થા જન્મી છે અને ચાલુ રહે છે; અને તેથી તેને ફેરવવાના બધા પ્રયત્નો ખોટા છે ને નુકસાનકારક છે. વિજ્ઞાનની આ બાજુમાં ધર્મતત્ત્વવિદ્યા, ફિલસૂફી, ઇતિહાસ, ને અર્થશાસ્ત્ર આવે છે, કે જે બધાં સરખી રીતે વર્તમાન વ્યવસ્થાને માફક બનીને ઘડાયાં છે.
વિજ્ઞાનની બીજી બાજુ તે વ્યવહારોપયોગી કે પ્રાયોગિક વિજ્ઞાન. તેમાં આવે ગણિત, ખગોળ, રસાયણ, પદાર્થજ્ઞાન, વનસ્પતિવિદ્યા ને બીજાં બધાં ભૌતિક વિજ્ઞાન. તે બધાં સદંતર એવી જ વસ્તુઓમાં પડેલાં છે કે જેમને માનવ-જીવનના હેતુની સાથે સીધો સંબંધ નથી: કાંઈક કેવળ કુતૂહલની બાબતોમાં, કે પછી એવી વસ્તુઓમાં કે જે ઉપલા વર્ગના લોકોના જીવન-વ્યવહારમાં ઉપયોગમાં લઈ શકાય એવી હોય.
અને આપણા આજના વિજ્ઞાનીઓએ, (સમાજમાં તેમના પોતાના સ્થાનને ગોઠે એવી) જે બાબતોને પોતાના અભ્યાસ માટે પસંદ કરી છે, તેમની એવી પસંદગીને વાજબી ઠરાવવાને માટે, બરોબર કલ-ખાતરકલા-વાદ પેઠે, વિજ્ઞાનને ખાતર વિજ્ઞાન છે, એવો વાદ યોજી કાઢયો છે.
- જેમ કલા-ખાતર-કલા-વાદથી દેખાય છે કે, આપણને મજા કે આનંદ આપે એવી બધી વસ્તુઓમાં રોકાવું એ કલા છે, તેમ જ વિજ્ઞાન-ખાતર-વિજ્ઞાન-વાદ પ્રમાણે પણ, આપણને જેમાં રસ પડે તેનો અભ્યાસ એટલે વિજ્ઞાન છે.
એટલે વિજ્ઞાનની એક બાજુ, મનુષ્યોએ પોતાનો જીવન હેતુ પૂર્ણ કરવા કેવી રીતે જીવન ગાળવું જોઈએ એનો અભ્યાસ કરવાને બદલે, એમ બતાવે છે કે, આપણી આસપાસની બધી ખરાબ અને જૂઠી જીવનવ્યવસ્થાઓ અચળ અને ન્યાયી કે વાજબી છે. અને તેની બીજી બાજુ જે વ્યવહાર-વિજ્ઞાન છે, તે યા તો નરી કુતૂહલતાના પ્રશ્નોમાં કે વ્યવહારોપયોગી યંત્રતંત્રના સુધારામાં રોકાય છે.
વિજ્ઞાનનો પહેલો ભાગ નુકસાનકારક છે; કારણ કે, લોકોમાં તે બુદ્ધિભેદો ઊભા કરે છે ને પોતાના ખોટા નિર્ણયો ચલાવે છે એટલું જ ક.-૧૩