________________
૧૯૧
ઉપસંહાર શરીરનાં હૃદય અને ફેફસાંની જેમ કલા અને વિજ્ઞાન એકબીજા જોડે નિકટ જોડાયેલાં છે. એટલે એક અંગ જો બગડે તો બીજું બરોબર કામ કરી ન શકે.
સાચું વિજ્ઞાન, અમુક સમયના અને સમાજના લોકો જે સત્યો તથા જ્ઞાનને સૌથી મહત્ત્વનાં ગણે, તેમનું સંશોધન કરી મનુષ્યોને તે બધાં સ્પષ્ટ સમજાવે છે. કલા આ સત્યોને માનવ-વિચારના ક્ષેત્રમાંથી ઊર્મિના ક્ષેત્રમાં લઈ જાય છે. એટલે વિજ્ઞાને પસંદ કરેલ માર્ગ જો ખાટો હોય, તો કલાએ પકડેલે માગૅય તેવો જ ખોટો હોવાનો. વિજ્ઞાન અને કલા આપણી નદીઓમાં એક વાર ચાલતા, નાનાં લંગરોવાળા એક જાતના વહાણ જેવાં છે. મોટા વહાણને વહેણની સામે લઈ જવા પહેલાં તો નાની નાની હોડીઓ પેલા વહાણનાં લંગરો લઈને આગળ જતી અને લંગરો નાખી આગળ વધવાની દિશામાં પોતે સ્થિર બનતી. આ હોડીઓની પેઠે વિજ્ઞાન આગળની પ્રગતિને દિશા આપે છે. લાંગરાયેલી પેલી હોડીઓ પર મોટો ગરગડો રહેતો, ને તેનું દોરડું પેલા મોટા વહાણે બાંધેલું હોવું; ગરગડો ફેરવવામાં આવે એટલે પેલું મોટું વહાણ લાંગરેલી જગાએ ખેંચાતું આવે. કલા પેલા ગરગડા જેવી છે : પ્રત્યક્ષ પ્રગતિ કરવાનું કામ તે કરે છે. એટલે વિજ્ઞાનની ખાટી પ્રવૃત્તિ કલામાં પણ તેને અનુરૂપ ખોટી પ્રવૃત્તિ નિપજાવે છે.
કલા, તેના વ્યાપક અર્થમાં, દરેક પ્રકારની લાગણીઓનું વહન છે; પરંતુ તેના મર્યાદિત અર્થમાં, આપણે મહત્ત્વની માનેલી એવી લાગણીઓ જો તે વહન ન કરે, તે તેને આપણે કળા નથી કહેતા. તે જ પ્રમાણે, વિજ્ઞાન, તેના વ્યાપક અર્થમાં, શકય એવા બધા જ જ્ઞાનનું વહન છે; પરંતુ તેના મર્યાદિત અર્થમાં, આપણે મહત્ત્વના ગણેલા જ્ઞાનને જ વહે, તેને આપણે વિજ્ઞાન નામ આપીએ છીએ.
અને કલાએ વહન કરેલી લાગણીઓ તેમ જ વિજ્ઞાને વહન કરેલ જ્ઞાન – એ બેઉના મહત્ત્વની માત્રા, અમુક સમયે અમુક સમાજની જે