________________
ભવિષ્યની કલા
૧૮૯ એકમાત્ર વસ્તુવિષય હશે – યા તે એકતા તરફ મનુષ્યોને આકર્ષતી લાગણીઓ, અથવા એવી લાગણીઓ કે જે તેમને કયારના એક કરે છે; અને તેનાં બાહ્ય કલા-રૂપ કે પ્રકારો એવા હશે, કે જે દરેકને માટે ખુલ્લાં હોય. અને તેથી ભવિષ્યમાં કળાની ઉત્તમતાનો આદર્શ થોડાકને જ સુલભ એવી લાગણીની એકદેશિતા નહિ, પણ એથી ઊલટી એવી સાર્વભૌમતા હશે. અને આજે થાય છે તેમ, કલાનાં બાહ્ય રૂપમાં તેમનાં ભારે કદ, અસ્પષ્ટતા અને ગૂંચવાડિયાપણાની કિંમત નહિ કરાતી હોય, પણ તેમાં ટૂંકાણ, સ્પષ્ટતા, અને સાદાઈ આદર્શ ગણાતાં હશે. અને કલા
જ્યારે એ આદર્શો પહોંચશે ત્યારે જ, આજ જેમ તે માણસોની ઉત્તમ શક્તિ ખર્ચાવીને તેમનું રંજન કરાવે છે ને ભ્રષ્ટ કરે છે, તેમ નહિ કરે, પરંતુ તે જેવી હોવી જોઈએ તેવી બનશે; – એટલે કે, તે ખ્રિસ્તી ધાર્મિક પ્રતીતિને બુદ્ધિ અને તર્કના ક્ષેત્રમાંથી લાગણી કે ભાવનાના ક્ષેત્રમાં આણવાનું વાહન બનશે, અને લોકોને તેમની એ ધર્મપ્રતીતિ જે પૂર્ણત્વ અને ઐક્ય બતાવે છે તેની વધારે નજીક તેમને ખરેખર ખેંચી જશે.