________________
૧૬
કળા એટલે શું? જઈ સાજા થાય છે, તેમનાં ભોગ બનતી સંખ્યાનો અધ ભાગ ઉપરાંત તે તેમાં સપડાત જ નહિ. એમ થાત તે, કારખાનાંમાં ઊછરતાં લોહી ન લેતાં કૂબડાં બાળકો ન હોત, અત્યારની જેમ બાળમરણનું પ્રમાણ ૫૦ ટકા ન હોત, આખી પેઢીઓનાં કાઠાં ઊતરી ન જાત, વેશ્યાગમન ન હોત, ચાંદીને રોગ ન હોત, અને યુદ્ધમાં લાખોનાં ખૂન થતાં ન હોત; અથવા તો જેમને આપણું વર્તમાન વિજ્ઞાન માનવજીવનની એક જરૂરી શરત માને છે તે બધી પેલી મૂર્ખતાભરી અને કમકમાટી-જનક વાતો ન હોત.
વિજ્ઞાનને ખ્યાલ આપણે એવો વિકૃત કરી નાંખ્યો છે કે, આપણે જો કહીએ કે વિજ્ઞાને બાળમરણ, વેશ્યાવૃત્તિ, ચાંદી, આખી પેઢીઓની પેઢીઓનો હાસ, અને મનુષ્યોનાં જથાબંધ ખૂન (યુદ્ધની કતલ) – એ બધાને રોકવા જોઈએ, તો આપણા જમાનાના માણસોને તે વિચિત્ર લાગે છે. આપણને એમ લાગે છે કે, માણસ પ્રયોગશાળામાં જ્યારે એક બરણીમાંથી પ્રવાહીને બીજીમાં રેડે, કે વર્ણપટનું પૃથક્કરણ કરે, કે દેડકાં ઇ૦ જાનવર ચીરે ફાડે, કે ખાસ બનાવેલી વૈજ્ઞાનિક બેલીમાં ધર્મતત્વ, ફિલસૂફી, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, કે ધર્મશાસ્ત્રના રૂઢ શબ્દસમૂહોનાં અસ્પષ્ટ જાળાં ગૂંથે,–કે જે તે ગૂંથનારને પોતાને અર્ધાપર્ધા સમજાતાં હોય છે ને જેમનો ઇરાદો એ બતાવવાનો છે કે, અત્યારે જે છે તેવું જ બધું હોવું પણ જોઈએ—આમ જ્યારે માણસ કરે ત્યારે તે વિજ્ઞાન ખરું વિજ્ઞાન છે.
પરંતુ વિજ્ઞાન -સાચું વિજ્ઞાન –એવું વિજ્ઞાન કે જે અત્યારે તેના એક ઓછામાં ઓછા મહત્ત્વના વિભાગને અનુસરનારાઓ જે માનનો દાવો કરે છે તે માનને ખરેખર પાત્ર હોય-એ વિજ્ઞાન મુદ્દલ આવી જાતનું નથી. ખરું વિજ્ઞાન એ જાણવામાં રહેલું છે કે, આપણે શું માનવું ને શું ન માનવું જોઈએ, મનુષ્યનું સમાજજીવન કઈ રીતે ઘડાવું જોઈએ; સ્ત્રીપુરુષસંબંધમાં કેમ વર્તવું જોઈએ; બાળકોને કેમ કેળવવાં જોઈએ; જમીન કેવી રીતે વાપરવી જોઈએ; બીજા લોકોની પર જુલમ કર્યા વગર જાતે કેવી રીતે તેને ખેડવી જોઈએ; પરદેશીઓ જોડે કેમ