________________
૧૯૮
, કળા એટલે શું? કે પશુઓને ખાવાનાં બેહૂદગી, નુકસાન અને અનીતિ, અથવા તે દેશાભિમાનની અબુદ્ધિતા, નુકસાનકારકતા અને જુનવાણીપણું, – આ બધું પ્રતિપાદન કરી બતાવવાનું હોય. અને આમ કરતી કૃતિઓ હયાત છે, પણ તે બધી અશાસ્ત્રીય લેખાય છે; અને આ બધી બાબતો ચાલુ રહેવી જોઈએ એમ સાબિત કરવા માટેના, તથા માનવજીવનની સાથે કશા જ સંબંધ વગરના જ્ઞાનની ખાલી તરસ છિપાવવાના ઇરાદાવાળી કૃતિઓ શાસ્ત્રીય ગણાય છે!
આપણા સમયનું વિજ્ઞાન પોતાના ખાસ હેતુથી ચળ્યું છે એનું સચોટ ઉદાહરણ તેના જે આદર્શ મનાય છે તે છે. કેટલાક વિજ્ઞાનીઓ તેમને આદર્શ તરીકે આગળ ધરે છે, અને મોટા ભાગના વિજ્ઞાનીઓ તેમને ઇનકારતા નથી, પણ મંજૂર રાખે છે.
એ આદર્શો, હજાર ત્રણ હજાર વર્ષ પછી દુનિયા કેવી થશે, એ વર્ણવતી મૂર્ખ ફેશનેબલ ચોપડીઓમાં જે રજૂ નથી થતા, પરંતુ પોતાને ગંભીર વિજ્ઞાન-પુરુષો માનનારા સમાજશાસ્ત્રીઓ પણ રજૂ કરે છે. આ આદર્શો એ છે કે, ખેતી દ્વારા જમીનમાંથી ખોરાક મેળવવાને બદલે રસાયણી સાધનાથી તે પ્રયોગશાળાઓમાં તૈયાર થશે, અને કુદરતી બળાના ઉપયોગ વડે મનુષ્યશ્રમ લગભગ કાઢી નંખાશે.
એટલે કે, અત્યારની પેઠે, માણસ, પોતે પાળેલી મરઘીએ મૂકેલું ઈંડું કે પોતાના ખેતરમાં ઉગાડેલા ધાનનો રોટલો કે પોતે રોપેલા ને નજર આગળ મોરતા ને ફળતા જોયેલા ઝાડનું સફરજન નહિ ખાય; પરંતુ જેમાં અમુક અંશે તેનો ફાળો હશે એવા અનેક લોકોની સહિયારી મજૂરીથી પ્રયોગશાળામાં તૈયાર થયેલા સ્વાદિષ્ટ પોષક ખોરાક એ ખાશે. મનુષ્યને ભાગ્યે જ મજૂરી કરવાની જરૂર રહેશે; એટલે, આજે ઉપલા વર્ગો જેમ આળસ માણી શકે છે, તેમ બધા માણસો કરી શકશે.
આપણા જમાનાનું વિજ્ઞાન સન્માર્ગેથી કેટલું બધું ચળ્યું છે તે, આ આદર્શોના કરતાં વધારે સ્પષ્ટતાથી, બીજા કશાથી જણાતું નથી.