________________
૧૯૨
કળા એટલે શું? ધર્મપ્રતીતિ હોય, એટલે કે, તે સમયે તે સમાજના લોકો પોતાના જીવનના હેતુ વિષે જે સર્વસામાન્ય સમજ ધરાવતા હોય, તે પરથી નક્કી થાય છે.
તે હેતુની સિદ્ધિમાં જે સૌથી વધારે ફાળો આપે તેને સૌથી વધારે અભ્યાસ થશે, જે ઓછો આપે તેને ઓછો થશે, અને મનુષ્યજીવનના એવા સાફલ્યમાં જે બિલકુલ કશો ફાળો ન આપતું હોય તે પૂરેપૂરું ઉવેખાશે, યા જો તે ભણાશે તો તેવો અભ્યાસ વિજ્ઞાન નહિ લેખાય. હમેશ આ પ્રમાણે થયું છે અને થવું જોઈએ, કારણ કે, માનવ-જ્ઞાન અને માનવ-જીવન સ્વભાવત: એવાં છે. પરંતુ આપણા સમયના ઉપલા વર્ગોનું વિજ્ઞાન કોઈ ધર્મને માનતું નથી એટલું જ નહિ, દરેક ધર્મને તે માત્ર વહેમ સમજે છે; તેથી તે ઉપર જણાવ્યો તે પ્રકારનો વિવેક કરી શકતું નથી ને કરી શકે નહિ.
આજના વિજ્ઞાનીઓ એવું વિધાન કરે છે કે, અમે દરેક વસ્તુનો પક્ષપાત વગર અભ્યાસ કરીએ છીએ. પરંતુ “દરેક વસ્તુ’ એટલે એ તો શુમાર વગરની ખરેખર અનંત થઈ ગઈ; અને બધીનો એકસરખો અભ્યાસ કરવો એ તો અશકય છે. એટલે આ વિધાન તે માત્ર તત્ત્વત: કરાય છે; બાકી વ્યવહારમાં દરેક વસ્તુનો અભ્યાસ નથી થતો, અને જે કરાય છે તે નિષ્પક્ષપાતપણાથી કયાંય દૂર હોય છે, કારણ કે, તેનો જ અભ્યાસ કરાય છે કે જે વિજ્ઞાન કામમાં રોકાયેલા લોકને એક તો જરૂરનું હોય છે, અને બીજાં, તેમને જે સૌથી મજેદાર કે આનંદક લાગે છે. અને વિજ્ઞાનમાં પડનાર ઉપલા વર્ગના લોકોને સૌથી વધારે જોઈએ છીએ એ કે, જે તંત્ર તળે તેમના ખાસ હકો કાયમ રહે છે તે તંત્ર ટકે; અને તેમને સૌથી મજેદાર કે આનંદક વસ્તુઓ એ છે, કે જે તેમની આળસભરી કુતુહલતાને સંતોષે, ભારે માનસિક શ્રમ તેમની પાસે ન માગે, અને જે વ્યવહારમાં ઉતારી શકાય કે કામ લાગે એવી હોય:
અને એથી વિજ્ઞાનની બેમાંની એક બાજુ મુખ્યત્વે એમ સિદ્ધ કરવામાં રોકાઈ છે કે, કાયમ ટકવા જેવી જો કોઈ વ્યવસ્થા હોય તો તે વર્તમાન વ્યવસ્થા જ છે; મનુષ્યની ઇચ્છાશક્તિથી પર—- તેને વશ વર્તનાર