________________
૧૮૨
કળા એટલે શું? કરાશે, નભવા દેવાશે, મંજૂર થશે, ને ફેલાવાશે. પરંતુ વહેમજનિત ભય, ગર્વ, મિથ્યાભિમાન, રાષ્ટ્રીય વીરોની ગાંડા ઉછાળાભરી સ્તુતિની લાગણીઓ વહતી દેશાભિમાની કલા, દેવળધર્મી ક્લા, વિષયી કલા,–સમય વીતવાથી જૂના ઘસાઈ ગયેલા ધર્મશિક્ષણમાંથી ઝરતી લાગણીઓ વહેતી કલા,પોતાના જ લોકના એકદેશી પ્રેમને અને વિષયભોગને ઉશ્કેરતી કલા – આ જાતની કલા ખરાબ નુકસાનકારક લેખાશે, ને લોકમત તેને વખોડશે ને ધિક્કારશે. લોકોના અમુક વર્ગને જ સુલભ એવી લાગણીઓ વહતી બાકી રહેતી કલા મહત્ત્વ વગરની ગણાશે અને ન તેની સ્તુતિ કે ન તેની નિંદા કરાશે. અને આજની પેઠે, કલાનું ગુણદોષ-પરીક્ષણ કે તેની મુલવણી ધનિક લોકના એક અલગ વર્ગને માથે નહિ, પણ સમસ્ત લોકનું કામ હશે. એટલે કોઈ કૃતિ સારી ગણાય, મંજૂર થાય, ને પ્રચાર પામે તે માટે તેણે જે માગણીઓ સંતોષવી પડશે તે, એક્સમાન ને ઘણી વાર અસ્વાભાવિક પરિસ્થિતિમાં જીવન ગાળતા થોડાક લોકની માગણીઓ નહિ, પરંતુ શ્રમજીવનની કુદરતી પરિસ્થિતિ અનુભવતી પેલી આખી આમ પ્રજાની હશે.
અને કલા પેદા કરનારા કલાકારો અત્યારે પ્રજાના એક નાના ભાગમાંથી વીણી કાઢેલા માત્ર થોડાક જ લોક – ઉપલા વર્ગના લક અને તેમના આશ્રિત – હોય છે તેમ નહિ, પણ કલાપ્રવૃત્તિ પ્રત્યે વલણવાળા ને તેની શક્તિ દાખવનારા એવા, આખી પ્રજાના બધા પ્રતિભાવાન સભ્યો હશે.
પછી કલાપ્રવૃત્તિ સૌ માણસોને સુલભ હશે. સૌને સુલભ થવાનાં કારણોમાં પહેલું તો એ કે, આજની કલાકૃતિઓને બેડોળ બનાવતી અને ભારે મહેનત તથા સમય ખાતી તેની ગૂંચવાડિયા જે પેલી “ટેકનીક'ની આયોજનસામગ્રી, તેની જરૂર નહિ રહે; પણ ઊલટું સ્પષ્ટતા, સાદગી, અને લઘુતા, (કે જે ચીજો યાંત્રિક પદ્ધતિઓથી નથી આણી શકાતી, પણ સુરુચિ કેળવવામાંથી આવે છે,) તેમની જરૂર પડશે. સર્વસુલભ થવામાં બીજું કારણ એ થશે કે, થોડા જ લોક જેમાં પ્રવેશી શકે છે