________________
ભવિષ્યની કલા
૧૮૫
લઈ લેવામાં આવે છે. આપણા સમાજમાં સામાન્યત: કલાકારો જે પૂર્ણ સલામતી અને લહેરની સ્થિતિમાં રહે છે તેના કરતાં, કલાકારની સર્જકતાને વધારે નુકસાન કરનારી બીજી એકે વસ્તુ નથી.
ભવિષ્યના કલાકાર કોઈક જાતની મજૂરીથી નિર્વાહ કમાઈ, સર્વસામાન્ય મનુષ્ય-જીવન જીવતા હશે. એનામાં સંચરતાં પેલાં સર્વોચ્ચ અધ્યાત્મ-બળનાં ફળ વધારેમાં વધારે મેટી સંખ્યાના લોકો સાથે માણવાને તે પ્રયત્ન કરશે, કેમ કે તેનામાં ઊઠતી લાગણી આ રીતે બીજાને પહોંચાડવામાં તેને પેાતાનું સુખ ને તેનું વળતર મળી રહેતાં હશે. પોતાની કૃતિઓના બહોળા પ્રચારમાં જેને મુખ્ય આનંદ રહેલા છે તેવા કલાકર પેાતાની કલાકૃતિઓ અમુક વળતરના બદલામાં કેવી રીતે આપી શકે, એ વસ્તુ ભવિષ્યના કલાકાર સમજી શકશે નહિ.
કલાના મંદિરમાંથી વેપારીઓને હાંકી નહિ કઢાય ત્યાં સુધી તે મંદિર મંદિર નહિ બને. પરંતુ ભવિષ્યની કલા તેમને હાંકી કાઢશે.
અને તેથી કરીને, હું મારા મનમાં કહ્યું છું તેમ, ભવિષ્યની કલાના વસ્તુ-વિષય આજની કલ!થી સાવ જુદા હશે. આજે વસ્તુવિષય એટલે ગર્વ, ચીડ અને નિરાશા, અતિતૃપ્તિ, તથા વિષયવિલાસનાં શકય એટલાં બધાં રૂપાની એકદેશી લાગણીઓનું નિરૂપણ; એવી લાગણીઓ, કે જેમાં અમુક જ લાકને રસ પડી શકે, કે અમુક લેાકને જે ઊઠી શકે છે; આ લાક એટલે તે કે જેમણે હિંસા કે બળજોરી વાપરીને, મનુષ્યને માટે કુદરતી એવી જે મહેનત-મજૂરી, તેમાંથી જાતને બચાવી લીધી છે. ભવિષ્યની કળા આવી લાગણીઓ નિરૂપનારી નહિ હાય; પરંતુ તે ક્લા આપણા જમાનાની ધર્મપ્રતીતિમાંથી ઝરતી, અથવા સર્વ મનુષ્યાને સ્વાભાવિક એવું જીવન ગાળતા મનુષ્યના અનુભવમાં આવતી અને નિરપવાદ બધાને સુલભ, એવી લાગણી વ્યક્ત કરતી હશે. ભવિષ્યની કલાને વસ્તુ-વિષય બનનારી લાગણીઓને આપણા મંડળના લોક જાણતા નથી કે સમજી શકતા નથી કે સમજવા ચાહતા નથી. તેઓ અત્યારે તેમની એકદેશી કલાની જે અતિ ઝીણી બારીકાઈ