________________
ભવિષ્યની કલા
૧૮૩ એવી આજની ધંધાદારી કલાશાળાઓને બદલે, બધાય લોક પ્રાથમિક શાળાઓમાં અક્ષરજ્ઞાનની સાથે સંગીત અને આલેખનની કલાઓ પણ શીખશે; અને તે એવી પદ્ધતિએ કે, સંગીત ને આલેખનનાં મૂળતત્વો શીખ્યા બાદ અને અમુક કોઈ એક કલાને માટે સહજ આકર્ષણ અને તેને માટેની શાક્ત પોતામાં પ્રતીત થયે, દરેક માણસ પોતે જાતે તેમાં પૂર્ણ થઈ શકે.
લોકો માને છે કે, ખાસ કલાશાળાઓ ન હોય તો કલાની આયોજન-વિદ્યા (ટેકનીક) ની પડતી થાય. બેશક, જો આયોજનવિદ્યાને અર્થ આજે ઉત્તમતા ગણાતી પેલી બધી કલાની આંટીઘૂંટી કે ગૂંચવાડા, એમ સમજીએ, તો તે પડતી થશે. પરંતુ આયોજનવિદ્યા એટલે કલાકૃતિમાં સ્પષ્ટતા, સુંદરતા, સાદગી અને લાઘવ એમ જો સમજાય, તે રાષ્ટ્રની શાળાઓમાં સંગીત આલેખનનાં મૂળતા ન શીખવાય તે છતાં, આયોજનવિદ્યા નહિ પડે એટલું જ નહિ, પરંતુ બધી ખેડૂતકલામાં જોવામાં આવે છે તે મુજબ, તે વિદ્યા ઊલટી સો ગણી સારી થશે, ને સુધરશે. અને એનું કારણ એ કે, અત્યારે આમ-લોકમાં ઢંકાઈ રહેલા બધા પ્રતિભાવાન કલાધરો કલા-સર્જકો બનશે અને (સદાય બન્યું છે તેમ) ઉત્તમતાના નમૂના પૂરા પાડશે, કે જે તેમની પછી આવનારાઓ માટે ઉત્તમ આયોજન-શાળાએ બનશે. કેમ કે, અત્યારે પણ દરેક સાચો કલાકાર પોતાનું આયોજન મુખ્યત્વે શાળાઓમાં નહિ પણ જીવનમાંથી – મહાન કલાચાર્યોના દાખલાઓ પરથી શીખે છે. જ્યારે આખા રાષ્ટ્રના ઉત્તમ કલાધરો કલા સર્જશે, અને તેથી જ્યારે આવા ઉત્તમ નમૂના વધશે ને વધારે સુલભ થશે, તે વખતે આજના શાળા-શિક્ષણ જેવો ભાગ જો ભવિષ્યનો કલાકાર ખેશે, તો તેની સો ગણી ભરપાઈ તેને સમાજમાં પ્રસરેલા સાચી કલાના સંખ્યાબંધ નમૂનાઓમાંથી મળતી કેળવણી કરી આપશે.
એટલે, વર્તમાન અને ભવિષ્યની કલામાં એક તફાવત તો આવો થશે. બીજો તફાવત એ થશે કે, પોતાના કામને માટે વળતર પામનારા