________________
૧૮૬ . કળા એટલે શું?
ઓમાં ગૂંથાયેલા છે, તેમની સરખામણીમાં કલાને આ વસ્તુ-વિય તેમને કંગાળ લાગે છે. તેમને એમ લાગે છે કે, “પોતાના માનવબંધુ પ્રત્યેના પ્રેમની ખ્રિસ્તી ભાવના વિશે નવું કે તાજું શું વળી કહેવા જેવું છે?” “દરેકને સાધારણ લાગણીઓ કેવી નજીવી ને નીરસ વૈવિધ્ય-શૂન્ય હોય છે !” અને છતાં આપણા સમયમાં ખરેખર નવી કે તાજી લાગણીઓ માત્ર ધાર્મિક ખ્રિસ્તી લાગણીઓ, અને સાને સુલભ અને સુગમ
એવી જ લાગણીઓ હોઈ શકે. આપણા સમયની ધર્મપ્રતીતિમાંથી ઝરતી ખ્રિસ્તી લાગણીઓ અપાર નવીન અને વૈવિધ્યપૂર્ણ છે; પણ કેટલાક લોક તેને અર્થ કલ્પ છે એ રીતે નહિ. તે લાગણીઓ નવીન અને વિધવિધ છે એનું કારણ એ નથી કે, ક્રાઇસ્ટ અને બાઈબલની કથાઓના નિરૂપણથી કે એકતા, બંધુતા, સમતા અને પ્રેમનાં ખ્રિસ્તી સત્યોને નવાં નવાં રૂપે ફરી ફરી કહેવા દ્વારા, તેમને નવી ને વિધવિધ ઢબે જગવી શકાય છે. પરંતુ એનું કારણ એ છે કે, જીવનના જૂનામાં જૂના, સાધારણમાં સાધારણ, અને રૂઢમાં રૂઢ થઈ ગયેલા બધા બનાવને માણસ ખ્રિસ્તી દષ્ટિબિંદુથી વિચારે છે, તેની સાથે તરત તે બધા બનાવો નવામાં નવી, વધારેમાં વધારે અણધારી, અને સચોટ મર્મસ્પર્શી ઊર્મિઓ જગવે છે.
દંપતીને સંબંધ, માતાપિતાના બાળકો પ્રત્યેને કે બાળકોનો માતાપિતા પ્રત્યેને સંબંધ; મનુષ્યોનો પોતાના દેશભાઈઓ કે પરદેશીઓ સાથેનો સંબંધ; ચડાઈ, રક્ષણ, માલમિલકત, જમીન, પશુ, એ બધાં અંગેને મનુષ્યનો સંબંધ – આ બધા કરતાં વધારે જૂનું શું હોઈ શકે? પરંતુ માણસ એ બધાને ખ્રિસ્તી દૃષ્ટિબિંદુથી વિચારે તેની સાથે, તેમને અંગે પાર વિનાની વિધવિધ, નવીન, તાજી, બહુસૂત્ર અને બલવાન ઊર્મિઓ તરત ઊઠે છે.
અને તેવી જ રીતે, ભવિષ્યની કલાનું – સર્વસુલભ એવા સાધારણ જીવનની સાદામાં સારી લાગણીઓનું જે વસ્તુ-વિષય-ક્ષેત્ર, તે પણ સંકડાશે નહિ, પણ બહોળું બનશે. પહેલાંની આપણી કલામાં, અમુક ખાસ સ્થિતિવાળા લોકો સ્વાભાવિક એવી જ લાગણીઓ કલા દ્વારા