________________
૧૯
ભવિષ્યની કલા લોકો ભવિષ્યની કળાની વાતો કરે છે, તે એનો એવો અર્થ સમજીને કે, હાલ સર્વોચ્ચ મનાતી પેલી એક વર્ગની એકદેશી કલામાંથી, તેઓ કપે છે તેમ, એવી કોઈ ખાસ સુધરેલી નવી કલા ભવિષ્યમાં ખીલી નીકળશે. પરંતુ એમ કોઈ કલા મળી શકે નહિ કે મળવાની નથી. ખ્રિસ્તી જગતના ઉપલા વર્ગોની આપણી એકદેશી કલા એક અંધગલીમાં પેસી ગઈ છે. કઈ દિશામાં તે જાય છે તેનું કોઈ ઠેકાણું નથી. ધર્મપ્રતીતિની દોરવણી – કે જે કલાને માટે સૌથી વધુ જરૂરી કે મહત્ત્વની છે, તેને એક વાર જતી કર્યા પછી, તે કલા હમેશ વધુ ને વધુ એકદેશી અને તેથી વધારે વધારે વિકૃત બનતી ગઈ છે. એટલે સુધી કે, છેવટે તેને નામે મીંડું વળ્યું છે. હવે પછી ખરેખર જે આવી રહી છે તે ભવિષ્યની કળા આજની કળામાંથી ખીલી નીકળવાની નથી. ઉપલા વર્ગોની આપણી આજની કલા જે પાયા ઉપર રહીને પ્રવર્તે છે, તેની સાથે જરા પણ મળતાપણા વિનાના, એવા તદ્દન નવા જ બીજા પાયા ઉપર, ભવિષ્યની કલા ઊભી થશે.
ભવિષ્યની કલા એટલે માનવજાતમાં પ્રસરેલી બધી કલામાંથી જે ભાગ વીણીને પસંદ કરાશે તે. તે કલા, આજની જેમ, એકલા પસાદાર વર્ગોના લોકોને જ સુલભ લાગણીઓ વહવામાં નહિ સમાઈ જતી હોય, પરંતુ તે આપણા જગતની સર્વોચ્ચ ધર્મ પ્રતીતિને વ્યક્ત કરતી લાગણીઓનું વહન કરનારી હશે. જે કલાકૃતિઓ મનુષ્યોને બંધુતાને નાતે એક કરતી લાગણીઓ વહતી હશે, સૌને એક કરી શકે એવી સાર્વભૌમ લાગણીઓ વહન કરતી હશે, તેમને કલા માનવામાં આવશે તેવી જ કલા પસંદ
૧૮૧