________________
આપણે ત્યારે આ સમજવાનું છે ૧૭૯ પ્રયોજન મજા કે સુખોપભોગ છે. આટલું થાય તો, આપોઆપ – કુદરતી રીતે, ધર્મપ્રતીતિ આપણા સમયની કળાના ભોમિયા તરીકેનું પોતાનું સ્થાન સંભાળી લેશે.
અજાણપણમાં તે આ ધર્મપ્રતીતિ ક્યારની માનવજીવનને દોરે છે. પણ તે જેવી જાણપણથી સ્વીકારાશે કે તરત ને કુદરતી રીતે, ઉપલા વર્ગો માટેની કળા ને નીચલા વર્ગો માટેની કળા એવા ભાગલા અલોપ થઈ જશે. એટલે એક જ સર્વસામાન્ય ભ્રાતૃભાવી સાર્વભૌમ કલા બની રહેશે. પછી પહેલું એ થશે કે, આપણા સમયની ધર્મપ્રતીતિને પ્રતિકલા અને મનુષ્યોને એક જ નહિ પણ જુદા કરનારી લાગણીઓ વહતી કલા સ્વાભાવિક રીતે રદ કરાશે, અને પછી પેલી નજીવી એકદેશી કલા, કે જેને હાલ અણછાજતું મહત્ત્વ અપાયું છે, તે પણ ડૂલ થશે.
અને આમ થવાની સાથે, કલા જે અત્યારે લોકોને વધારે અસભ્ય અને દુર્ગુણી બનાવવાનું સાધન બની છે તે મટશે, અને હંમેશ જેવી હતી ન હોવી જોઈએ એવી – એટલે કે, મનુષ્ય જે વડે ધન્યતા કે કલ્યાણ તરફ પ્રગતિ કરે છે, તેનું સાધન બનશે.
એક સરખામણી કહું છું તે સાંભળતાં વિચિત્ર લાગશે; પરંતુ આપણા મંડળ અને સમયની કળાનું કોના જેવું થયું છે? માતૃત્વને માટે સરજાયેલું સ્ત્રીનું આકર્ષણ તેની મજા વાંછનારાના ભેગોને સારુ જેમ સ્ત્રી વેચે, તેના જેવું કળાનું થયું છે.
આપણા સમય અને મંડળની કલા વેશ્યા બની છે. અને આ સરખામણી ઝીણી વિગતો સુધી પણ લાગુ પડે છે. વેશ્યા પેઠે, તે અમુક સમય માટે મર્યાદિત નથી; તેની પેઠે, તે હમેશ શણગારાય છે; તેની પેઠે, તે હમેશ વેચાણ-પાત્ર છે; અને તેની પેઠે, તે પ્રલોભક અને ઘાતક છે.
બાળક જેમ. માતાના ગર્ભમાં જન્મે છે, તેમ ખરી કલાકૃતિ અવારનવાર કલાકારના આત્મામાં જ, તેના જીવનના ફળ રૂપે જન્મી