________________
આપણે ત્યારે આ સમજવાનું છે. એમ તે હવે કહી શકતો નથી. એ અર્થ તો આપણા સમયના સૌ કોઈને પહોંચેલો છે એટલું જ નહિ, આજે આખું માનવજીવન એ બંધના હાર્દથી ભરેલું છે અને જાણે અજાણે તેનાથી દોરાય છે.
આપણા ખ્રિસરતી જગતના લોકો માનવના ભવિષ્યની વ્યાખ્યાઓ ગમે તેવાં જુદાં જુદાં રૂપોથી ભલે આપે: તે યા તે માનવ પ્રગતિને ગમે તે અર્થ સમજીને તેમાં માનવ ભવિષ્ય ભાળતા હોય, કે સમાજવાદી રાજય તળે બધા લોકની એકતામાં ભાળતા હોય, કે સામ્યવાદી સમાજની
સ્થાપનામાં જોતા હોય અથવા એક સાર્વભૌમ ધર્મતંત્રના નેતૃત્વ તળે માનવ જાતની એકતા ઝંખતા હોય, કે આખા જગતનું એક સમવાયતંત્ર તાકી રહ્યા હોય; આમ મનુષ્યજીવનના અંતિમ લક્ષ્યની વ્યાખ્યાઓ સ્વરૂપમાં ગમે તેટલી વિવિધ હોય, છતાં આપણા સમયના બધા માણસે એટલું તો ક્યારના સ્વીકારે છે કે, માણસે પહોંચી શકે એવું ઊંચામાં ઊંચું શ્રેય તેમની પરસ્પર એકતા વડે સાધવાનું છે.
ભણેલા ને પૈસાદાર આપણે લોકો જ્યાં સુધી મજૂર, ગરીબ અને અભણ લોકથી જુદા રહીશું, ત્યાં સુધી જ આપણી ચડતી દશા ટકી શકશે, એમ લાગવાથી આપણા ઉપલા વર્ગના લોકો, પોતાના ખાસ હકો કાયમ રાખવાને હિસાબે, પ્રાચીન યુગ પર પાછા પહોંચવાની કે ગૂઢવાદની કે ગ્રીક જીવનવાદની, કે અતિપુરુષવાદની એમ વારાફરતી ગમે તેવી નવી નવી જીવનદૃષ્ટિએ ભલે યોજી કાઢે, છતાં તેઓને, ઇચ્છા-અનિચ્છાએ પણ, બધી બાજુએથી સ્પષ્ટ થતું જતું સત્ય મને-કમને કબૂલ કરવું પડે છે કે, આપણું કલ્યાણ મનુષ્યોની એકતા અને ભ્રાતૃભાવમાં રહેલું છે.
તાર ટેલિફોન ને છાપખાના જેવાં વિનિમયનાં સાધનોની રચના થી તથા દરેકને માટે ભૌતિક સુખસગવડની સતત વધતી જતી સુલભતાથી, આ સત્ય અજાણ્યું પણ સિદ્ધ થતું બતાવી શકાય છે. અને મનુષ્યોમાં ભેદ પાડતા વહેમોના નાશથી, સત્ય-જ્ઞાનના પ્રચારથી, તથા આપણા સમયની ઉત્તમ કલાકૃતિઓમાં ભ્રાતૃભાવના આદર્શની રજુઆતથી તે સત્ય જ્ઞાનપૂર્વક દૃઢ કરાય છે. ક-૧૨