________________
૧૮ આપણે ત્યારે આ સમજવાનું છે આપણા સમાજની કળા અસત્યના ખાડામાં જે ગબડી પડી છે તેનું કારણ આપણે જોયું કે, ઉપલા વર્ગોના લોકો (ખ્રિસ્તી કહેવાતા પણ) દેવળર્મી શિક્ષણમાં માનતા બંધ થયા પછી, સાચા ખ્રિસ્તી બાધના ખરા ને મૂળભૂત સિદ્ધાંતો – જેવા કે, આપણે સૌ પ્રભુનાં બાળક છીએ ને ભાઈબહેનો છીએ – તે સ્વીકારવા તેમણે ઠરાવ્યું નહિ, અને કોઈ પણ માન્યતા વગર, તથા તેથી પડેલી ખોટ ભાગવા માટે ગમે તેમ મથીને જીવન ચલાવ્યું રાખ્યું. કેટલાકે દંભથી ચલાવ્યું- હજી અમે દેવળધર્મતત્ત્વની મૂર્ખતામાં માનીએ છીએ, એમ દેખાડો કર્યો; કેટલાકે હિંમતથી છડેચોક પોતાની નાસ્તિકતા જાહેર કરીને એ ખોટ ભાંગી; તો વળી કેટલાકે શિષ્ટ સુધરેલ અજ્ઞેયવાદથી રાલાવ્યું, તો બીજા કેટલાક પાછા પ્રાચીન ગ્રીક સૌંદર્યપૂજાએ પહોંચ્યા ને જાહેર કર્યું કે, અહંતા સત્ય છે, અને તેને એક ધર્મતત્ત્વને ઉચ્ચ પદે ચડાવી.
આ રોગનું કારણ ખ્રિસ્તના બોધના ખરા, એટલે કે, પૂરેપૂરા અર્થનો અસ્વીકાર હતું. અને તેનો એકમાત્ર ઇલાજ તે બોધને પૂર્ણપણે સ્વીકારવામાં રહેલો છે. આપણા યુગના જ્ઞાનશિખરે ઊભેલે માણસ કૅથલિક કે પ્રોટેસ્ટન્ટ ગમે તે કહેવાતો હોય, પરંતુ તે આજે એમ નથી કહી શકતો કે, ખરેખર તે દેવળધર્મતમાં –એટલે કે, ઈશ્વરની ત્રિમૂર્તિ, ખ્રિસ્ત ઈકવર છે, ઉદ્ધારની યોજના, વગેરેમાં – માને છે. અથવા તો પોતાની અશ્રદ્ધા કે શંકા જાહેર કરીને કે અહંતા અને સૌંદર્યની પૂજા પર પાછો પહોંચી જઈને તે પોતે સંતોષ માની શકતો નથી. અને સૌથી ખાસ તો એ કે, અમે ઈશુના બોધનો ખરો અર્થ જાણતા નથી
૧૭૬