________________
૧૭૪
કળા એટલે શું?
માતાપિતા છે તે
જમાનાની કલા કામ દે છે. આપણે બધા જાત-અનુભવથી જાણીએ છીએ, અને જે પેાતાનાં મેટાં છેાકરાં પરથીય જાણે છે કે, કામવાસનામાં અસંયમરૂપી એકમાત્ર કારણે લોકો શરીરમનની કેવી ભયંકર યાતના અને શક્તિને કેટલેા બધા નકામા વ્યય વેઠે છે.
દુનિયા શરૂ થઈ ત્યારથી, એ જ કામવાસનાના અસંયમમાંથી જાગેલી ટ્રોજન લડાઈથી માંડીને આજના લગભગ દરેક છાપામાં વર્ણવાતા પ્રેમીઓનાં આપઘાત અને ખૂના સુધ્ધાંના કાળ સુધી, માનવ-જાતનાં મેાટા પ્રમાણનાં દુ:ખો આ કારણમાંથી આવ્યાં છે.
અને કલા શું કરે છે? ઘેાડાક જ અપવાદ જતાં, ખરી ને ખાટી બધી કળા દરેક રીતની કે જાતની કામવાસનાને વર્ણવવામાં ને ઉશ્કેરવામાં લાગેલી છે. આપણા સમાજમાં સાહિત્યમાં ઊભરાતાં શિષ્ટમાં શિષ્ટથી માંડીને નાગામાં નાગી સુધીની પેલી બધી નવલક્થા અને તેમનાં કામેદીપક પ્રેમવર્ણના જો યાદ કરો; ચિત્રો તથા જાહેરખબરોમાં ઉતારાતાં સ્ત્રીઓનાં નગ્ન શરીરનાં ચિત્રો અને બાવલાં તથા એવી બધી જાતની ધિકકારપાત્રતાને જ જો યાદ કરો; આપણું જગત જેમનાથી ગીચાગીચ ભરાઈ જાય છે એવાં બધાં ગંદાં નાટક નાટિકાઓ, ગીતા અને બૅલડો જ જો યાદ કરો; તા તેની મેળે એમ લાગશે કે જાણે વર્તમાન કલાને એક જ ઉદ્દેશ છે કે, દુર્ગુણનાં બીજ ગમે તેટલાં છૂટે હાથે બધે વેરવાં.
આપણા સમાજમાં થયેલી કલાની વિકૃતિનાં ત્યારે બધાં નહિ પણ સીધામાં સીધાં થતાં પરિણામે આવાં છે. તેથી આપણા સમાજમાં જેને કલા કહેવાય છે તેનું વલણ માનવજાતની પ્રગતિ કરવાનું નથી એટલું જ નહિ, પરંતુ બીજી કોઈ ચીજ કરતાં તે કલા આપણા જીવનમાં સાધુતાની પ્રાપ્તિમાં બાધા કરનારી છે.
અને તેથી, કલાપ્રવૃત્તિથી સ્વતંત્ર અને વર્તમાન કલામાં સ્વાર્થસંબંધથી બંધાયેલ નથી તેવા દરેક માણસ સામે, અનિચ્છાએ, આપેાઆપ પેલા પ્રશ્ન આવીને ઊભા રહે છે, કે જે મેં આ પુસ્તકના