________________
૧૮૦
કળા એટલે શું? શકે. પરંતુ જો ઘરાકો મેળવી શકાય તો કારીગરો ને હસ્તકૌશલ્યવાળા લોકો નકલી કળાને ચાલુ જ પેદા કરે છે. - પ્રિય પતિની પત્ની પેઠે, ખરી કલાને આભૂષણ નથી જોઈતાં. પણ નકલી કલાએ વેશ્યા પેઠે હમેશ શણગાર સજવા જોઈએ.
જેમ માતાને માટે પ્રસવનું કારણ પ્રેમ, તેમ જ ખરી કલાની પેદાશનું કારણ કલાકારના અંતરમાં એકઠી થતી લાગણીઓને વ્યક્ત કરવાની આવશ્યકતા હોય છે. વેશ્યા પેઠે નકલી કલાનું કારણ લાભ છે.
જેમ પત્નીના પ્રેમનું ફળ જીવનક્ષેત્રમાં નવ-માનવનો જન્મ છે, તેમ સાચી કલાનું પરિણામ જીવનના વિનિમયક્ષેત્રમાં નવી લાગણીને પ્રવેશ છે.
નકલી કલાનાં પરિણામે માણસની વિકૃતિ, કદી ન ધરાય એવી ભગવૃત્તિ, અને માનવ અધ્યાત્મબળની ક્ષતિ છે.
અને ભ્રષ્ટ, વેશ્યા જેવી કલાને જે ગંદો ધધ આપણી ઉપર ફરી વળ્યો છે તેને દૂર કરવા સારુ, આપણા સમયના ને આપણા મંડળના લોકોએ જે સમજવાનું છે તે આ છે.