________________
૧૭૦
કળા એટલે શું ?
હતા, એમ માલૂમ પડતાં, તે માણસ એવા નિર્ણય પર પહોંચે છે કે, તે માણસ એક પવિત્ર સાધુપુરુષ ને ઉપદેશક હોવા જોઈએ; અને લાગલા તે તેનાં જીવન અને કૃતિ વિષે વાંચવા કે સાંભળવા તરફ દોડે છે. પરંતુ જ્યારે તેને ખબર પડે કે, પુશ્કીન તેા ચારિત્ર્યને અતિ શિથિલ માણસ હતા, દ્વંયુદ્ધમાં બીજા માણસનું ખૂન કરવા જતાં તે માર્યા ગયા હતા, અને કાંઈકે તેની સેવા હોય તે તે એટલી કે, પ્રેમ વિષે, ઘણી વાર અશ્લીલ, એવી કવિતા
તેણે લખી હતી;
તે
વખતે તે માણસને કેવી મૂંઝવણ થાય?
કોઈ વીર પુરુષ, કે મહાન સિકંદર, કે ચંગીસખાન, કે નેપેલિયન મેાટા હતા એ તે સમજે છે; કેમ કે એ દરેક તેને ને તેના જેવા હજારોને ચાળી રગદોળી શકત; ( એ તેને ખબર છે.), બુદ્ધ, સૉક્રેટીસ કે ઈશુ મહાન હતા એ પણ તે સમજે છે; કેમ કે તેને ખબર છે ને નમાં પણ એને એ પ્રમાણે લાગે છે કે, પાતે અને બધા માણસોએ એમના જેવા થવું જોઈએ. પરંતુ સ્ત્રીઓના પ્રેમ ઉપર કડીએ લખનારો શું કામ મહાન ગણાવા જોઈએ, એની તેને ગમ પડતી નથી.
આમ જ ફ્રાન્સના ખેડૂતનું સમજો. તે સાંભળે કે ઈશુ-માતાની પેઠે બૉડલેરનું યબાવલું મુકાય છે, અને તેને કહેવામાં કે તેના વાંચવામાં આવે કે બૉડલેરની ‘Fleurs du Mal’ ચાપડીમાં શું લખાણ છે, તે તેના મનમાં એવી જ મૂંઝવણ થશે. એથી વધારે વલેનના દુરાચારી તે અધમ જીવન વિષે જાણતાં ને તેનાં કાવ્યો વાંચતાં થશે. અને ખેડૂતો જાણે કે, કોક પત્ની કે ટાગ્લિયેટની કરીને છે તેને વર્ષમાં અમુક વખત કામ કરે તેના ૧૦૦૦૦ પાઉન્ડ મળે છે, કે એક ચિત્રકારને એક ચિત્ર ચીતરવા બદલ એટલા જ મળે છે, કે પ્રેમદૃશ્યો વર્ણવતા નવલકારોને તે તેથીય વધારે મળ્યું છે, ત્યારે તેમના મગજમાં કેવા ગોટાળા થાય?
અને બાળકોનેય આમ જ થાય છે. હું પોતે આવાં આશ્ચર્ય અને દિગ્મૂઢતાની દશામાંથી કેમ પસાર થયેલા એમને યાદ છે.