________________
કળા એટલે શું? અને લેખકોને ઓળખનારા એવા કલાના આશ્રયદાતાઓ પાસેથી આ મહત્ત્વની માનેલી કલાવસ્તુના ખેરખાંનું તેમનું કામ લઈ લો – આમ કરો તો તેઓ પોતાનું એવું જીવન આગળ ચલાવી નહિ શકે, પણ કંટાળો અને ચીડ તથા ખિન્નતાથી આખા જ તેઓ ખવાઈ જશે, ને તેમને પોતાની વર્તમાન જીવનપદ્ધતિની અર્થશૂન્યતા તથા ખોટાપણાની ખબર પડશે. આમ જે તેઓ કુદરતી બધા નિયમોને ફગાવી દઈને તથા પોતાનાં જીવનમાં રહેલા ખાલીપણા અને ક્રૂરતાના ભાન વગર જીવન ગુજાર્યો જાય છે, તે શાથી બની શકે છે? તેઓમાં કળા ગણાતી પેલી વસ્તુમાં રોકાણ મળવાથી જ. પૈસાદારોની ખોટી જીવનપદ્ધતિને અપાતો આવો આધાર કલા-વિકૃતિનું બીજું ને ગંભીર પરિણામ છે.
કલાની વિકૃતિનું ત્રીજું પરિણામ બાળકો અને સામાન્ય સાદા માણસોમાં જે મૂંઝવણ ઊભી કરાઈ છે તે છે. આપણા સમાજના ખોટા વાદોથી નહિ બગડેલા એવા લોકો–બાળકો ને મજૂરો – તેમનામાં એક અતિ ચોકસ સમજ રહેલી હોય છે કે, અમુક કોઈને શા માટે માન આપવું કે તેનાં વખાણ કરવાં જોઈએ. ખેડૂતો અને બાળકોને મન સ્તુતિ કે પ્રશંસાનું કારણ યા તો શારીરિક બળ હોઈ શકે, (જેમ કે હકલીસ, વીર પુરુષો ને વિજેતાઓ); અથવા તે નૈતિક આધ્યાત્મિક બળ હોઈ શકે (જેમ કે, શાકય મુનિએ માવનજાતના ઉદ્ધાર સારુ સુંદર પત્ની ને રાજ્ય છોડ્યાં, પોતાના સત્યને ખાતર ખ્રિસ્ત ક્રોસ પર ચડ્યા, અને બધો સંતો તથા શહીદો ). આ બેઉ વસ્તુ ખેડૂતો તથા બાળકોને સમજાય છે. શરીરબળને માન આપવું જોઈએ એમ તે સમજે છે, કારણ કે તે ફરજિયાત માન મુકાવે છે. અને માણસની બુદ્ધિ જો વિપરીત ન થઈ હોય, તો સાધુતાના નૈતિક બળને માન આપ્યા વગર તે કદી નહિ રહે, કેમ કે અંદરથી તેનો આખે આધ્યાત્મિક સ્વભાવ કે સત્ત્વ તે બાજુ તેને ખેંચી જાય છે. પરંતુ આ લોકોને – ખેડૂતો અને બાળકોને – ઓચિંતું એક નવું જોવા મળે છે કે, વીરો અને સાધુસંત કરતાં કયાંય વધારે વખણાતા ને વળતર પામતા બીજા લોકો છે અને