________________
ખરી કલાની ખેટનાં માઠાં ફળ ભોગ બને છે કે, તેનાથી તે ધરાતા જ નથી, – એમને તે એક રોગ જ જાણે વળગે છે. અને આવી પોતાની વાસના પૂરી કરવા પાછળ પોતાની બધી માનસિક શક્તિઓ તેઓ ખરચે છે. અને આ બધામાં સૌથી વધારે કરુણ તો એ છે કે, કલાને ખાતર જીવનભરના નકામા બનેલા આ લોકો તે કળાનું કશું ધોળતા નથી એટલું જ નહિ, ઊલટું તેને ભારેમાં ભારે નુકસાન પહોંચાડે છે; તેમની વિધવિધ કલાશાળાઓમાં કલાનાં નકલિયાં કાઢવાનું તેમને શીખવાય છે; અને આ શીખવાથી તેઓ એવા તો વિકૃત બને છે કે, ખરી કલાકૃતિઓ સર્જવાની શક્તિ તેઓ ખોઈ બેસે છે, અને આપણા સમાજમાં રેલાઈ રહેલી પેલી નકલી કે કે નજીવી કે ભ્રષ્ટ કલા પૂરી પાડનાર બને છે. સમાજના કલા-સંગની વિકૃતિનું આ પહેલું ઉઘાડું પરિણામ છે, ' તેનું બીજું પરિણામ આ આવે છે - ધંધાદારી કલાકારોનાં ધાડાં ભયંકર જથાબંધ તૈયાર કરે છે, એવી જે રંજન-કલાકૃતિઓ તે, આપણા સમયના ધનિક લોકોને તેમનાં ગેરકુદરતી જ નહિ, પણ તેમની પોતાની જ કહેણીના જે માનવતાના સિદ્ધાંતો તેમની વિરુદ્ધ જતી રહોણીનું જીવન જીવવાનું શક્ય બનાવે છે. કુદરત અને પ્રાણીઓથી ઘણે દૂર, કૃત્રિમ દશામાં તેઓ રહે છે, તેમના સ્નાયુઓ કામ વગર નકામા થઈ ગયા હોય છે અથવા તો વ્યાયામથી ખોટા કેળવાયા હોય છે; તેમનું જીવનનું જોમ નબળું પડી ગયું હોય છે. ધનિક વર્ગોનું આવું જીવન કલા કહેવાતી પેલી વસ્તુ વગર અસંભવિત બનત. તે કળાથી જે રંજન અને રોકાણ આ લોકને મળી રહે છે, તે તેમનાં જીવનની અર્થશૂન્યતાને ઢાંકે છે અને તેમને ત્રાસ આપતી જે નીરસતા કે સુરતી તેમાંથી એમને બચાવે છે. થિયેટરો, જલસા, પ્રદર્શન, પિયાનો-વાદન, ગીતો ને નવલો, કે જે બધાંથી અત્યારે તેઓ એવા વિશ્રવાસભેર પોતાનો સમય ભરી કાઢે છે કે, આ બધી ચીજોમાં રોકાવું એ અતિ સુધરેલું, સુંદર કે કલામય, અને તેથી સારું રોકાણ છે, એ બધું આ લોકો પાસેથી લઈ લો; ચિત્રો ખરીદનારા, નાયકોને મદદ કરનારા,