________________
ખરી ક્લાની ખેટનાં માઠાં ફળ બનાવટી નકલિયાં કે નજીવી અર્થહીન કલા ગોઠવાય છે, અને તેને એ લોકો ખરી કલા માનવાની ભૂલ કરે છે. આપણા સમયના ને સમાજના લોકો કાવ્યમાં જોડલેરો, વર્લેન, મોરિયસો, ઇન્સેનો ને મૅટરલિંકોથી રાજી થાય છે; ચિત્રણમાં મૉનેટો, માનેટો, યુવીસ દ ચેવનીઝ, બર્નજોન્સો, સ્ટકો, અને બોકલીનેથી રાચે છે; અને સંગીતમાં વૈગ્નરો, લિટો, રીચર્ડ સ્ટ્રોસોથી; અને પછી સર્વોચ્ચ કે સાદામાં સાદી એકેય કળાને પામવાને માટે શક્તિવાળા તેઓ રહેતા નથી.
કલાકૃતિઓથી ચેપાવાની શક્તિ ખવાવાને લઈને ઉપલા વર્ગોના લોકો કલાની ફલદ્ર પકારી અને સુધારક અસર-વિહોણા ઊછરે છે, કેળવણી પામે છે, અને જીવન ગુજારે છે. તેથી કરીને તેઓ પૂર્ણતા તરફ પ્રગતિ નથી કરતા – વધારે દયધર્મી નથી થતા એટલું જ નહિ, પણ ઊલટા તેઓ, નવા સુધારાએ ભારે ખીલવેલાં બાહ્ય સાધનોવાળા હોવાથી, વધારે જંગલી, વધારે અશિષ્ટ અને વધારે ક્રૂર થવા તરફ સતત વલણવાળા બળે જાય છે.
કલા જેવા સમાજના આવશ્યક અંગની પ્રવૃત્તિનો આપણે ત્યાં અભાવ થવાથી આવું પરિણામ આવે છે. પરંતુ તે અંગે વિકૃત થવાથી તેની વિકૃતિનાં પરિણામો તો તેનાથી વધારે નુકસાનકારક છે; અને તે અનેક છે. - સૌ કોઈ સ્પષ્ટ જોઈ શકે એવું પહેલું પરિણામ એ છે કે, મજૂરિયાત લોકોની મજૂરીને, નકામી જ નહિ પણ મોટે ભાગે નુકસાનકારી વસ્તુઓ પાછળ થતો, ભારે ખર્ચ; અને તેથીય ચડે એવું તો એ કે, આ બિનજરૂરી અને નુકસાનકારક ધંધા પાછળ અમૂલ્ય માનવ જીવનનો બગાડ થાય છે. કરોડો લોકો, કે જેમને પોતાનાં કુટુંબોની કે પોતાની તાત્કાલિક જરૂરો તરફ ધ્યાન આપવાની તક કે વેળા મળતી નથી, તેવા લોકો લાગલગટ ૧૦, ૧૨, કે ૧૪ કલાક, અને રાતે પણ, મનુષ્યજાતમાં દુર્ગુણ ફેલાવતી કલાભાસી ચોપડીઓનાં બીબાં ગોઠવવાનું વૈતરું કૂટે છે અને તેમ જ તે, ઘણે ભાગે દુર્ગુણની સેવા કરતાં