________________
૧૭
ખરી કલાની ખોટનાં માઠાં ફળ
'
માનવ પ્રગતિનાં બે અંગેામાંનું એક કળા છે. શબ્દોથી મનુષ્ય વિચારોની આપલે કરે છે; કલાના પ્રકારોથી તે લાગણીઓની આપલે કરે છે, અને તે માત્ર પોતાના સમકાલીના સાથે જ નહિ, પણ ભૂત અને ભવિષ્ય બેઉ કાલનાં મનુષ્યો સાથે. આપલે કરવાનાં પેાતાનાં આ બેઉ અંગ કામમાં લેવાં, એ મનુષ્યને માટે કુદરતી છે. અને તેથી જે સમાજમાં તેમાંના એકની વિકૃતિ કે ભ્રષ્ટતા થાય, ત્યાં તેનાં ખરાબ પરિણામેા આવવાં જ જોઈએ. આ પરિણામે બે જાતનાં હશે: ૧. જે કામ તે અંગે સમાજમાં કરવું જોઈએ તેને અભાવ, ૨. વિકૃત કે ભ્રષ્ટ અંગનું નુકસાનકારક કામ. અને આપણા સમાજમાં બરોબર આવાં પરિણામેાએ દેખા દીધી જ છે. કલા-અંગ વિકૃત થયું છે; તેથી કરીને, સમાજના ઉપલા વર્ગો, કલાએ જે અસર ઉપજાવવી જોઈએ તેના વગરના, ઘણે ભાગે રહ્યા છે. એક બાજુ લોકોને મજા પાડવાનું ને ભ્રષ્ટ કરવાનું જ માત્ર કામ કરતાં પેલાં નલિયાંને જબરો જયા; બીજી બાજુ, ભૂલથી જેમને સર્વોચ્ચ કલા મનાય છે એવી નજીવી એકદેશી કલાકૃતિઓ; — આમના આપણા સમાજમાં પ્રસાર થવાથી, સાચી કલાકૃતિઓથી ચેપાવાની શક્તિ ઘણાખરા માણસાની વિકૃત થઈ ગઈ છે; અને એ પ્રસારે, એ રીતે, માનવ માનવ વચ્ચે કળાથી જ પહોંચાડી શકાય એવી જે માનવજાતે મેળવેલી સર્વોચ્ચ લાગણીઓ, તેમને અનુભવવાના સંભવ તે લેાકને માટે નાબૂદ કર્યો છે.
મનુષ્યે કલામાં જે કાંઈ ઉત્તમ કર્યું છે તે બધું, કલાથી ચેપાવાની શક્તિ વગરના લોકોને માટે પરાયું રહે છે, અને તેને બદલે યા તો
૧૬૪