________________
કળા એટલે શું? ઉપર ફરજ્યિાત પહોંચવું પડે છે કે, આ કૃતિ ખરાબ કલાની ગણનામાં આવે છે. આ વિશે વિચિત્ર એક એવું જોવા મળે છે કે, આ જ ચીજને છેડે શીલરનું એક કાવ્ય જોડેલું છે. આ કાવ્ય કાંઈક અસ્પષ્ટતાપૂર્વક છતાં આ જ વિચારને વ્યક્ત કરે છે કે, લાગણી (શીલરતે કાવ્યમાં માત્ર આનંદની જ લાગણી કહે છે.) લોકોને એક કરે છે અને તેમનામાં પ્રેમભાવ જગવે છે. આ કાવ્ય તે ‘સિમ્ફની'ને અંતે ગવાય છે, પણ તેનું સંગીત તે કડીઓના વિચારને બંધબેસતું નથી, કેમ કે તે સંગીત એકદેશી છે અને સૌને નહિ પણ થોડાકને જ એક કરે છે, અને એ રીતે તેમને મનુષ્યજાતના બીજા બધાથી જુદા પાડે છે.
અને બરોબર આમ જ, બધી કલાશાખાઓમાં, આપણા સમાજના ઉપલા વર્ગોએ મહાન માનેલી અનેકાનેક કૃતિઓને તેળવી જોઈશે. આ એક અચૂક કસોટી ઉપર આપણે પ્રખ્યાત “ડિવાઈન કોમેડી” અને “જેરુસલેમ ડિલીવર્ડ' અને શેકસપિયર કે ગેટેની કૃતિઓને મોટો ભાગ કસવાં જોઈશે; તેમ જ ચિત્રકલામાં રાફેલનાં ટ્રાન્સફિગરેશન વગેરે સહિત ચમત્કારોનાં દરેક આલેખનોનું પણ કરવું જોઈશે. | ગમે તે કૃતિ હોય અને ગમે તેવાં તેનાં વખાણ થયાં હોય, પણ આપણે પહેલું એ વિચારવાનું છે કે, એ કૃતિ ખરી કલાની છે કે નકલિયા છે ? અમુક કૃતિ એક નાના વર્ગને પણ ચેપવાની શક્તિ બતાવે, તે તે પરથી તે કલાક્ષેત્રમાં આવે છે એમ સ્વીકારીએ ત્યાર બાદ આ ધોરણે આગળનો પ્રશ્ન એ નક્કી કરવાની જરૂર છે કે, આ કતિ ધર્મપ્રતીતિથી વિરુદ્ધ હોઈ ખરાબ એકદેશી કલાની ગણનામાં આવે છે, કે લોકોને એક કરનારી ખ્રિસ્તી કલામાં આવે છે ? અને તે ખરી ખ્રિસ્તી કલામાં આવે છે એમ સ્વીકાર્યા પછી તે કૃતિ પ્રભુ-અને મનુષ્યપ્રેમમાંથી ઝરતી લાગણીઓને કે સૌ મનુષ્યોને એક કરતી સાદામાં સાદી લાગણીઓને વહન કરે છે, તે જોઈને, તેના નિર્ણય મુજબ, કૃતિને યા તો ધાર્મિક કલાની કે પછી સાર્વભૌમ કલાની હરોળમાં ઘટતું સ્થાન આંકી આપવું જોઈએ.