________________
ખરી કલાના વસ્તુ-વિષયની કસોટી ૧૬૩ આ પ્રકારની કસણીના પાયા ઉપર જ, આપણા સમાજમાં ક્લાનો દાવો કરતા આખા ઓઘમાંથી પસંદગી કરીને, આપણે શોધી શકીએ કે, અમુક કૃતિઓ મહવનો ને ખરો જરૂરી આધ્યાત્મિક ખોરાક છે, તથા નુકસાનકારક ને નકામી બધી કલાથી તથા આપણી ચારે બાજુ વીંટળાયેલાં તેનાં નકલિયાંમાંથી તે કૃતિઓને આપણે છૂટી પાડી શકીએ. આ પ્રકારે કસણી કરીએ તો જ આપણે નુકસાનકારી કલાનાં ઘાતક પરિણામોથી આપણી જાતને મુક્ત રાખી શકીશું, અને સાચી અને સારી કલાના કલ્યાણમય કાર્યનો આપણે લાભ લઈ શકીશું, કે જે તેનો ખાસ હેતુ છે અને જેના વગર વ્યક્તિ તથા માનવજાતના અધ્યાત્મજીવનને ચાલી શકે તેમ નથી.