________________
ખરી કક્ષાના વસ્તુવિષયની કસેટી ૧૬૧ આ કહું છું ત્યાં, “શું? “નવમી સિમ્ફની' સારી કલાકૃતિ નથી એમ?” – આમ ઉગ્રતાથી કઢાતા ઉદ્ગારો હું સાંભળું છું.
અને મારો જવાબ છે કે, ચોક્કસ નથી. મેં જે બધું લખ્યું છે તે એકમાત્ર એ હેતુથી કે, કલાકૃતિની ગુણ પરીક્ષા કરવા માટે સ્પષ્ટ અને સમજાય એવી બુદ્ધિગમ્ય કોઈ કસોટી શોધવી. અને આ કસોટી નિ:શંક મને બતાવે છે કે, બિથોવનની “નવમી સિમ્ફની’ સારી કલાકૃતિ નથી. સાદી અને સમજણી બુદ્ધિ પણ એને જ મળતી ટીકા કરે છે. અલબત્ત, જે લોકો અમુક કૃતિઓને અને તેમના કર્તાઓને પૂજવા કેળવાયેલા છે, અને પૂજાની આવી કેળવણીને જ લીધે જેમની રુચિ વિપરીત બની છે, તેવા લોકોને, આવી જાણીતી સંગીતકૃતિ ખરાબ છે એમ સ્વીકારવું, એ તો અજબ ને વિચિત્ર વાત લાગે. પરંતુ બુદ્ધિ ને સામાન્ય સમજ જે બતાવે તેમાંથી આપણે શી રીતે છટકવાના હતા?
બિથોવનની “નવમી સિફની એક મહાન કલાકૃતિ ગણાય છે, એ તેને દાવો કરી જોવા માટે પહેલું એ વિચારવું જોઈએ કે, આ કૃતિ સર્વોચ્ચ ધાર્મિક લાગણી વહન કરે છે? મને નકારમાં જવાબ મળે છે, કેમ કે, સંગીત પોતે તે લાગણીને વહી ન શકે. એટલે પછી હું મારા મનમાં પૂછું છું, સર્વોચ્ચ ધાર્મિક કલાના વર્ગમાં તો આ કૃતિ આવતી નથી, તો પછી આપણા સમયની સારી કલાનું બીજું લક્ષણ – એક સર્વસામાન્ય લાગણીના અનુભવમાં બધાં માણસોને એક કરતો ગુણ તેનામાં છે?— ખ્રિસ્તી સાર્વભૌમ કલાનું પદ તેને મળી શકે? અને ફરી તેનો જવાબ નકારમાં આપવા સિવાય મારે બીજો ચારો નથી; કારણ કે, આ કૃતિથી વહાતી લાગણીઓ, તેના અટપટા વશીકરણ (હિપ્નૉટિઝમ) માં આવવાને ખાસ ન કેળવાયેલા લોકોને શી રીતે એક કરશે, તે હું નથી જોઈ શકતો; એટલું જ નહિ, અગમ્યતાના દરિયા જેવી આ કૃતિમાં ખોવાઈ જતા છૂટક નાના ટુચકાઓ સિવાય, આ લાંબી ગૂંચવાડિયા ને કૃત્રિમ કૃતિમાં કાંઈ પણ સમજી શકે એવો સામાન્ય લોકમાનસવાળો સમૂહ હું કલ્પી શકતો નથી. તેથી, મને કે કમને, મારે એવા નિર્ણય ક-૧૧