________________
ખરી ક્લાના વસ્તુવિષયની કસોટી ૧૫૯ ચિત્રણ અને શિલ્પ કળાઓમાં, (“ઝહુનર”) Genre કહેવાતી શૈલીનાં બધાં ચિત્રો તથા પૂતળાંના વસ્તુવિષય–પ્રાણીઓ, દરેકને સમજાય એવા વિષયોનાં પ્રકૃતિ-દૃશ્યો, તથા રેખનો અને બધી જાતનાં ઘરેણાં તથા શણગાર-સામગ્રી - આ બધું સાર્વભૌમ છે. શિ૯૫ તથા ચિત્રણમાં આવી કૃતિઓ ઘણી છે (દા, ત), ચીની ઢીંગલીએ); પરંતુ ઘણે ભાગે આવી વસ્તુઓ, (દા) તી બધી જાતનાં આભૂષણો ઇ૦) કલા નથી ગણાતાં, કે ગણાય છે તો હલકી જાતની કલા ગણાય છે. પણ ખરું જોતાં, આવી બધી વસ્તુઓ આપણને ગમે તેવી નજીવી લાગે તે છતાં, કલાકારે અનુભવેલી અને સૌને સુગમ એવી સારી ખ્રિસ્તી કલાકૃતિઓ છે,
મને ભીતિ છે કે, અહીંયાં મારી સામે એવી દલીલ કરાશે કે, કલાકૃતિઓ માટે કસોટીનું ધોરણ સૌંદર્યનો ભાવ ન બની શકે એમ કહ્યા પછી, હું આભૂષણો ઇ૦ને સારી કલાકૃતિ ગણાવું છું, એ તો વદતોવ્યાઘાત થયો. પણ આ ઠપકો અયોગ્ય છે, કારણ કે બધી જાતનાં આભૂષણ કે શણગારનો વસ્તુવિષય સૌંદર્યમાં નહિ, પણ (પ્રશંસાની, આનંદની, રેખા તથા રંગના મિશ્રણની) કલાકારે અનુભવેલી અને જેમના વડે પ્રેક્ષકને તે ચેપે છે એવી લાગણીઓમાં રહેલો છે. કળા જેવી હતી ને હોવી જોઈએ તેવી જ તે અહીં રહે છે– એક જણ બીજાને કે અનેક બીજાઓને પોતાના અનુભવની લાગણીઓથી ચેપે તે કલા છે. આવી લાગણીઓમાં આંખ જેનાથી રીઝે, એવી વસ્તુથી થતા આનંદની લાગણી એક છે. આંખને રીઝવતી વસ્તુઓ ઓછીવત્તી સંખ્યાના લોકને ગમે એવી કે સૌ કોઈને ગમે એવી હોય. અને મોટે ભાગે આભૂષણો બીજા પ્રકારનાં છે. અતિ અસામાન્ય દૃશ્યનું ચિત્ર કે કોઈ વસ્તુનું ‘ઝર’ પદ્ધતિનું ચિત્ર દરેકને ન ગમે; પરંતુ આભૂષણ એવી વસ્તુ છે કે, યાકુટસ્કનાંથી માંડીને ગ્રીક આભૂષણો સુધીનાં બધાં દરેકને સમજાય એવાં હોય છે અને સૌમાં એકસરખી વખાણની લાગણી પ્રેરે છે. તેથી કરીને તિરસ્કારાયેલા આ
* એટલે સામાન્ય જીવનનાં દશ્યને વિષય તરીકે લઈને ચીતરવાની શૈલી.