________________
કળા એટલે શું?
કલા-પ્રકારને, ખ્રિસ્તી સમાજમાં, ખાસ અસામાન્ય ને ડોળી ચિત્રો તથા શિલ્પકૃતિઓથી કયાંય ઉપરની જગાએ સન્માનવો જોઈએ.
એટલે ત્યારે સારી ખ્રિસ્તી કળાની માત્ર બે જ જાત છે. આ બે વિભાગમાં ન આવતી બાકીની બધી કળાને ખરાબ કળા – ઉોજનપાત્ર નહિ પણ ત્યાજ્ય, ઇન્કારવા જેવી ને તિરસ્કાર યોગ્ય, તથા લેકોને એક કરતી નહિ, પણ તેમાં ભાગલા પાડતી – એવી કલા ગણવી જોઈએ.
સાહિત્ય-કળામાં આ નમૂના એટલે એ બધી નવલકથાઓ ને કાવ્યો, કે જે માનવજાતના મોટા ભાગને તદૃન ન સમજાય એવી લાગણીઓ વહન કરે છે. જેવી કે, દેવળધર્મી કે સ્વદેશાભિમાની લાગણીઓ તથા આળસુ ધનિક વર્ગ એકલાને લગતી એકદેશી લાગણીઓ – જેવી કે, ઉપલા વર્ગોની માનવૃત્તિ, અતિવૃમિ, મિજાજ, ખેદ, નિરાશાવાદ અને કામવાસનામાંથી ઝરતી નાજુક અને દુર્ગુણી લાગણીઓ.
તે પ્રમાણે ચિત્રણમાં ખરાબ કલા તરીકે આપણે બધાં દેવળધર્મ, દેશાભિમાની, અને એકદેશી ચિત્રો મૂકવાં જોઈએ: જેવાં કે, ધનિક આળસુ જીવનની મોજમજાઓ અને પ્રલોભનો બતાવતાં બધાં ચિત્રો; સિમ્બૉલિક’–સંકેતાત્મક કહેવાતાં બધાં ચિત્રો, કે જેમના સંકેતેનો અર્થ અમૂક મંડળના લોકોને જ ગમ્ય હોય છે, અને સૌથી ખાસ તો કામગના વિષયોનાં, પેલી અકારી સ્ત્રી-નગ્નતાનાં ચિત્રો, કે જે આપણાં બધાં પ્રદર્શન તથા ચિત્રાલયોમાં ભર્યાં પડ્યાં છે.
અને આપણા સમયનું દીવાનખાનાનું કે દરબારી અને ઓપેરાનું લગભગ બધું સંગીત પણ આ જ વર્ગમાં આવે છે, કારણ કે, તેને વસ્તુ-વિષય, આ એકદેશી કૃત્રિમ અને અટપટા સંગીતથી ઉશ્કેરાતો જ્ઞાનતંતુઓનો રોગગ્રસ્ત છંછેડાટ જેમણે કેળવ્યો છે, તેવા જ લોકને સુગમ એવી લાગણીઓને વ્યક્ત કરવા પાછળ લાગેલો હોય છે. આમાં ખાસ કરીને બિથોવન પહેલો આવે.