________________
ખરી કેળની ખેટનાં માઠાં ફળ કલાકારોને આમ જે વીરો અને સંતોની ઊંચી કક્ષાએ ચડાવવામાં આવે છે, તે વિષે મારા મનમાં સમાધાન મેળવવા માટે, મારે નૈતિક ઉત્તમતાની મારી ષ્ટિ નીચી ઉતારવી પડી હતી અને કલાકૃતિઓને ખોટો અને કૃત્રિમ અર્થ અર્પવો પડયો હતો. અને એમ જ, કલાકારોને અઢળક અપાતાં વિચિત્ર માનપાણી અને ધન વિષે જાણતાં, દરેક બાળકના અને આમ-પ્રજાજનના મનમાં ગોટાળે થવાનો જ. આપણો સમાજ કલા પ્રત્યે જે ખોટો સંબંધ ધરાવે છે, તેનું આ ત્રીજું પરિણામ છે.
ચોથું પરિણામ આ છે:– ઉપલા વર્ગના લોકો સૌંદર્ય અને સાધુતા વચ્ચે વારંવાર આવતી અસંગતતાઓ કે વિરોધો જોઈને, સૌંદર્યના આદર્શને પહેલો મૂકે છે, અને એમ કરીને તેઓ નીતિની માગણીઓ પૂરી કરવામાંથી પોતાને મુક્ત કરે છે. ખરી વાત એ છે કે, તેઓ જે કળા સેવે છે તે જૂની થઈ ગયેલી બાબત છે, પણ તે કબૂલ કરવાને બદલે આ લોકો ઊલટા એમ વળગે છે કે, નીતિધર્મ એવી જીર્ણ બાબત છે, અને જે ઉચ્ચ વિકાસ-કક્ષાએ પતે છે એમ જાતે માને છે, તે કક્ષા ઉપર પહોંચેલા લોકને માટે એ જૂની થઈ ગયેલી નીતિની બાબતનું કાંઈ મહત્ત્વ ન હોઈ શકે.
કલા સાથેના ખોટા અંબંધનું આ પરિણામ આપણા સમાજમાં બહુ પહેલેથી દેખાયું હતું. પણ હમણાં હમણાં આ વાત, તેના પેગંબર નિશે ને એના અનુયાયીઓ તથા તેને સંમત થતા “ડિકેડન્ટ’ કળાવાળા અને અમુક કેટલાક અંગ્રેજ કલાવિદોના નામથી, ખાસ નફટાઈ ને ઉદ્ધતાઈભેર કહેવાવા લાગી છે. “ડિકેડન્ટ’ કલાવાળાઓ અને ઑસ્કર વાઇલ્ડ જેમને એક વાર પ્રતિનિધિ હતો તે જાતના કલાવિદો પેતાની કૃતિ માટે નીતિધર્મના ઇન્કારને અને દુર્ગુણની પ્રશંસાને વસ્તુ તરીકે પસંદ કરે છે.
આ કલા તેને મળતા એક ફિલસૂફીવાદને અમુક અંશે પેદા કરે છે અને અમુક અંશે તેને મળતી આવે છે. તાજેતરમાં અમેરિકાથી મારી પાસે એક ચોપડી આવી, તેનું નામ “ધી સર્વાઇવલ ઑફ ધી ફિટેસ્ટ