________________
કળા એટલે શું? થિયેટરો, જલસા, પ્રદર્શન અને ચિત્રાલયોનાં કામ કરે છે. આ બધું કરનારા કરોડો લોકો કેવી યાતનાઓ ને કેવી તંગ દશા ભોગવે છે, તેનો વિચાર કરવો કારમે છે; પરંતુ તેનાથીય કારમું તો એ વિચારતાં લાગે છે કે, આનંદી ને ભલાં બાળકો, ગમે તેવાં સારાં નીવડી શકે એવાં બાળકો, પોતાની કુમળી વયથી નીચેનાં કામો પાછળ લાગે છે – રોજ છે, આઠ કે દસ કલાક અને તે ૧૦–૧૫ વર્ષો સુધી, કેટલાંક પોતાનાં ગળાં ને આંગળાં ગાયનવાદન પાછળ ચલાવ્યું જ રાખવા જોઈએ; બીજા કેટલાકે પોતાનાં અંગો મરોડવાં જોઈએ, આંગળાં પર ચાલવું જોઈએ, અને માથા ઉપર જાય એમ પગ ઊંચા કરવા જોઈએ; ત્રીજાં કેટલાંકના જૂથે સારીગમે જ ગાયા કરવી; ચોથી જૂથે ભાત ભાતના વેશ લઈને કડીઓના રાગડા તાણવા જોઈએ; પાંચમા જૂથે પૂતળાં પરથી કે નગ્ન નમૂના પરથી આલેખવું જોઈએ અને રંગવું જોઈએ; છઠ્ઠા જૂથે અમુક સમયના નિયમો મુજબ નિબંધો લખવા જોઈએ. અને મનુષ્યને ન છાજતા એવા આ ધંધાઓ, કે જે ઘણી વાર તે પુખ્ત ઉમર થયા પછીય ચાલુ રહે છે, તેમની પાછળ તેઓએ પોતાનું શારીરિક કે માનસિક બળ બગાડવું અને જીવનના અર્થની સમૂળગી સમજ જ ખોઈ બેસવું, એ કેવું કારમું છે! ઘણી વાર કહેવાય છે કે, નાના જંબૂરિયા પોતાની બોચી ઉપર પગ મૂકે એ કેવું કારમું અને દયાજનક છે. પરંતુ દસ વર્ષનાં છોકરાં જલસા કરે છે તેથી વધારે દયાજનક છે; અને સાહિત્યકાર્ય કરવાની તૈયારી માટે લૅટિન વ્યાકરણના અપવાદો ગોખતા ૧૦ વર્ષના નિશાળિયાઓને જોવા, એ તે તેનાથીય ખરાબ છે. લોકો શરીર-મનથી વિરૂપ થાય છે. એટલું જ નહિ, નીતિથીય તે બેડોળ બને છે, અને માનવને ખરેખર જેની જરૂર હોય એવું કશુંય કરવાને માટે અશક્ત થાય છે. સમાજમાં ધનિકોને રીઝવી ખાવાનું કામ માથે લેવાથી તે માનવી ગૌરવનું પોતાનું ભાન ખુએ છે; અને જાહેર વાહવાહની વાસના પોતામાં એવી તો ખીલવે છે, તથા પિતાના અતિશય વધી ગયેલા મિથ્યાભિમાનના તેઓ એવા તો