________________
૧૪૮
કળા એટલે શું? આંતરિક સંગઠન હજી સુધી તેણે બદલી નાંખ્યું નથી, પરંતુ અચૂક તેણે તેમ કરવું જોઈશે. વૈક્તિ પેઠે માનવજાતનું જીવન નિયમસર વહે છે એ ખરું, પરંતુ એના નિયમિત પ્રવાહમાં જાણે એવા વળાંકો આવે છે, કે
જ્યાં આગળ આવતાં તે અગાઉના પ્રવાહ ને ત્યાર પછીને પ્રવાહ ચોખા જુદા પડી જાય ! ખ્રિસ્તી ધર્મ આવો વળાંક હતો; કાંઈ નહિ તોય, ખ્રિસ્તી ધર્મદૃષ્ટિથી જીવનારાં આપણને તો એમ જ લાગવું જોઈએ. ખ્રિસ્તી ધર્મભાવનાએ સઘળી માનવલાગણીને નવી જ, એક બીજી જ દિશા આપી, અને તેથી કલાની વસ્તુ અને તેનો અર્થ કે રહસ્ય બેઉને પૂરેપૂરાં બદલી નાંખ્યાં.
ગ્રીક લોક ઇરાની કળાને અને રોમન લોક ગ્રીક કળાનો ઉપયોગ કરી શકતા હતા; અને તેવી જ રીતે યહૂદી લોકો ઇજિપ્તની કળાનો; કારણ કે, તેમના મૂળભૂત ભાવો એકસરખા જ હતા. એક વાર આદર્શ હતો ઇરાનીની મહત્તા ને આબાદી; વળી હતો ગ્રીકોની મહત્તા ને આબાદી; ને વળી હતો રોમનોની. એકની એક જ કળા બીજી– જુદી પરિસ્થતિમાં લઈ જવામાં આવી હતી, અને તે જ નવાં નવાં રાષ્ટ્રોને કામ દેતી હતી.
પરંતુ ખ્રિસ્તી આદર્શ ભિન્ન થયો ને તેણે બધું જ ઉલટાવી નાખ્યું. એટલે, બાઈબલ કહે છે તેમ, “લોકોમાં જે ઊંચું ને આદરપાત્ર લેખાતું તે ઈશવરની નજરમાં હડહડતું વૃણાપાત્ર બન્યું છે.” હવે આદર્શ ફરોની મહાનતા કે રોમન સમ્રાટની મહાનતા, ગ્રીકોનું સૌંદર્ય કે ફિનીશિયાની સંપત્તિ નથી રહ્યો; હવે તો આદર્શ છે નમ્રતા, પવિત્રતા, દયા અને પ્રેમ. હવે કલાનો નાયક ડાઇઝ નહિ, પણ લેઝેરસ ભિખારી છે; લાવણ્ય-કાળની મૅરી ઍન્ડલીન નહિ, પણ તેના પશ્ચાત્તાપકાળની મૅરી આદર્શ છે; ધન કમાનારા ધનિકો નહિ, પણ તેનો ત્યાગ કરનારા છે; મહેલ-વાસીઓ નહિ પણ સ્મશાન ને ઝૂંપડાંમાં વસતી ગરીબ પ્રજા છે; બીજા પર રાજ્ય કરનારાઓ નહિ, પણ એક ઈશ્વર સિવાય બીજા કોઈની સત્તા ન માનનારાઓ છે. અને મોટામાં મોટી કલાકૃતિ હવે