________________
ખરી કલાના વસ્તુ-વિષયની કસેટી ૧૪૯ વિજેતાઓનાં બાવલાંવાળું, તેમના વિજ્યનું સ્મારક એવું મોટું દેવળ નથી રહી, પણ તે છે એક નવા માનવાત્માનું નિરૂપણ, કે જે પ્રેમથી એવો તે પલટાઈ ગયેલો છે કે, તેને ત્રાસ આપવામાં આવે ને તેનું ખૂન થાય તે છતાં તે પોતાના પીડકોની દયા ખાય છે અને તેમને ચાહે છે.
અને આ ફેરફાર એવડો મોટો છે કે, ખ્રિસ્તી દુનિયાના લોકોને આખી જિંદગીભર જેની ટેવ પડી ગઈ છે એવી જે જૂની ગેર-ખ્રિસ્તી કળા, તેના જડ-બળ સામે થવું અઘરું લાગે છે. ખ્રિસ્તી કળાનાં વસ્તુવિષય તેમને એવાં તો નવાં અને પૂર્વની કલાનાં વસ્તુ-વિષયથી જુદાં લાગે છે કે, ખ્રિસ્તી કળા જાણે કળાનો જ ઇન્કાર હોય એમ તેમને લાગે છે, અને હતાશ થઈ તેઓ જૂની કળાને વળગે છે. પરંતુ આ જૂની કળાનું કોઈ પણ ઉગમસ્થાન આપણા સમયની ધર્મપ્રતીતિમાં રહેલું ન હોવાથી, તે કલા નિરર્થક બની છે અને મને-કમને પણ આપણે તેને તજવી જ જોઈએ.
ખ્રિસ્તી ધર્મદૃષ્ટિનું રહસ્ય આમાં રહેલું છે: બાઈબલમાં કહ્યું છે તેમ, દરેક મનુષ્ય પ્રભુનું બાળક છે અને તેને લઈને મનુષ્યોને પ્રભુ સાથે ને એકમેકમાં સંયોગ છે, એ દરેકે સ્વીકારવું. તેથી ખ્રિસ્તી કળાનો વસ્તુવિષય મનુષ્યોને ઈશ્વર સાથે અને એકબીજા જોડે એક કરી શકે એવી લાગણી છે.
“ઈશ્વર સાથે અને એકબીજા જોડે એક કરી શકે” એ શબ્દો, તેમના રૂઢ થઇ ગયેલા ખોટા ઉપયોગથી ટેવાયેલા લોકોને અસ્પષ્ટ લાગશે;
૧. મોડે અહીં નોંધ કરી છે કે, “સ્કોમાં એક ભવ્ય “આપણા તારણહારનું દેવળ” છે, જે ઈ. સ. ૧૮૧૨ના યુદ્ધમાં ને હરાવ્યા તેના સ્મારક તરીકે રચાયું હતું.”
૨. ઈશુ ખ્રિસ્તનો આદર્શ અહીં સૂચવ્યો છે એ સ્પષ્ટ છે. –મ.
. “તે બધા એક થાઓ. હે પિતા, તું મારામાં છે ને હું તારામાં છું, તેમ તેઓ પણ આપણામાં હો”.-(અમે તૈથી એક થઈ એ.) જૉન ૧૭–૨૧).