________________
૧૫૪
કળા એટલે શું
શબ્દોના રૂપમાં અને કંઈક અંશે ચિત્રણ અને શિલ્પના રૂપમાંય વ્યક્ત થાય છે.
બીજી સાર્વભૌમ કલા સર્વસુલભ લાગણીઓ વહે છે. તે શબ્દામાં, ચિત્રમાં, શિલ્પમાં, નૃત્યમાં, સ્થાપત્યમાં અને સૌથી વધુ તે। સંગીતમાં વ્યક્ત થાય છે.
આ દરેક પ્રકારની કળાનાં અર્વાચીન દૃષ્ટાંતા જો મને પૂછવામાં આવે તો, પ્રભુ અને મનુષ્ય-પ્રેમમાંથી ઝરતી (ભાવાત્મક ઊંચા પ્રકારની અને અભાવાત્મક નીચા પ્રકારની) સર્વોચ્ચ કલાનાં સાહિત્યિક દૃષ્ટાંતો હું
આ પ્રમાણે આપું:—શીલરનું ‘ધી રૉબર્સ, વિકટર હ્યુગોનું ‘Les Pauvres Gens' અને ‘ લે મિઝરેબલ ’; ડિકન્સની નવલા તથા વાર્તાઓમાં ‘ટેલ ઑફ ટૂ સિટીઝ,’ ‘ધી ક્રિશ્ચન કૅરોલ,’ ‘ધી ચાઇમ્સ’ અને બીજી; ‘ અંકલ ટૉમ્સ કૅબિન’; ડૉસ્ટોવ્સ્કીની કૃતિઓ —ખાસ કરીને ‘મેશ્વાર્સ ફ઼ૉમ ધી હાઉસ ઑફ ડેથ '; જ્યૉર્જ ઇલિયટનું ‘ ઍડમ બીડ.’
કહેવું વિચિત્ર લાગે છે, પણ અર્વાચીન ચિત્રણમાં, પ્રભુ-અનેપડોશી-પ્રેમની ખ્રિસ્તી લાગણી સીધી વહન કરતી આ જાતની કૃતિઓ – ખાસ કરીને પ્રખ્યાત ચિત્રકારોની - ભાગ્યે જ મળે છે. બાઇબલની કથાઓ આલેખતાં ચિત્રા ઘણાં છે; વિગતોની જબરી સમૃદ્ધિ સહિત તેઓ ઐતિહાસિક બનાવા બતાવે છે; પરંતુ તેમના કર્તાએ પેાતા પાસે જે ન હોય એવી ધાર્મિક લાગણી તે વહતાં નથી—વહી શકે નહિ, અનેક લોકની અંગત લાગણીઓ આલેખતાં ચિત્ર ઘણાં છે; પરંતુ આત્મબલિદાન અને ખ્રિસ્તી પ્રેમનાં મહાન કાર્યા બતાવતાં ચિત્રા બહુ ઓછાં છે; અને જે છે તે મુખ્યત્વે નહિ જાણીતા એવા કલાકારોનાં છે, અને તેય ઘણે ભાગે ચિત્રો કરતાં રેખના જ માત્ર છે. દા૦ તત્વ, ક્રેમસ્કીનું એક આવું ચિત્ર છે: ઝરૂખાવાળું એક દીવાનખાનું છે; યુદ્ધમાંથી વિજ્ય કરીને આવતું લશ્કર ત્યાં આગળથી પસાર થાય છે. ઝરૂખામાં એક